Chetan Pagi Profile Banner
Chetan Pagi Profile
Chetan Pagi

@chetan_pagi

6,848
Followers
4,782
Following
1,845
Media
22,157
Statuses

Indian Journalist / History Graduate / Views are strictly personal / An Observer and Cinephile. COGITO ERGO SUM - René Descartes

Ahmadabad City, India
Joined August 2014
Don't wanna be here? Send us removal request.
@chetan_pagi
Chetan Pagi
7 months
જેમનો પતંગ કોઈ કાપી શક્યું નથી એમનો પતંગ કાપવાનો આનંદ.. યસ.. આ યુવાને અમિત શાહની પતંગ કાપી. અમિતભાઈનું રિએક્શન જોવા જેવું છે. 😎
73
290
2K
@chetan_pagi
Chetan Pagi
4 years
જયંતિ રવિ ગુજરાતીમાં બ્રીફીંગ કરે છે. વિજય નહેરા ગુજરાતી બોલે છે. ડીજીપી શિવાનંદ ઝા પણ ગુજરાતીમાં જ બ્રીફીંગ કરે છે. એટલે આપણે ગુજરાતીઓ નક્કી કરીએ કે અજાણી કોઈ પણ વ્યક્તિને જોઈને હિંદીમાં ચાલુ નહીં પડી જઈએ અને (લૉકડાઉન ખૂલ્યા પછી) રેસ્ટોરામાં પણ ગુજરાતીમાં જ ઓર્ડર આપીશું. 😷
100
241
1K
@chetan_pagi
Chetan Pagi
2 months
વિરોધ પક્ષનું મજબૂત થવું એ જ લોકશાહીની સૌથી મોટી જીત.
18
82
773
@chetan_pagi
Chetan Pagi
4 years
આપણે કોરોનાની રસી શોધી લઈશું, લૉકડાઉન ખોલી દઈશું, ઇકોનોમી મજબૂત કરી દઈશું અને ઇલેક્શનો જીતી લઈશું. પણ એ વાસ્તવિકતા ક્યારેય નહીં બદલાય કે આપણી તિજોરીઓ છલકાવી દેવા, આપણા જીવનને બહેતર બનાવવા જે લોકોએ રાતદિવસ કાળી મજૂરીને લોહીપાણી એક કર્યું એમને આપણે અણીના સમયે સાચવી શક્યાં નહોતા.
Tweet media one
34
144
676
@chetan_pagi
Chetan Pagi
3 years
યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ છતાં રિબિન કાપવાનો, ઉદ્ઘાટનનો મોહ છોડી શકતા નથી. 😷
28
77
620
@chetan_pagi
Chetan Pagi
3 years
બીજી વેવનો બોધપાઠ: ઇવેન્ટ નહી આફતમાં લીડરશીપનું માપ નિકળે છે. 😷
13
66
581
@chetan_pagi
Chetan Pagi
2 years
કાર્યકર્તા: નરેન્દ્ર મોદીએ દેશ માટે શું નથી કર્યું?' ભૂરો: પ્રેસ કોન્ફરન્સ. 😎
16
72
569
@chetan_pagi
Chetan Pagi
2 years
Teacher at work ....
Tweet media one
16
111
566
@chetan_pagi
Chetan Pagi
3 years
રસી વિનામૂલ્યે છે એનો એ અર્થ નથી કે તે મફત છે. એની કિંમત તમે વેરા ભરીને ચૂકવી જ છે. પેટ્રોલ-ડિઝલ પર તોતિંગ ટેક્સ સ્વરૂપે પણ લોકોએ રસીનું એડવાન્સ પેમેન્ટ કર્યું છે. એટલે જીઓના નેટ માટે 499 આપી શકતા લોકો રસી માટે 600 કેમ ના આપી શકે એવી ડાઇલોગનુમા દલીલ હાલ મ્યાન કરવા વિનંતી. 😇
36
103
565
@chetan_pagi
Chetan Pagi
1 month
અમૂલના શ્રીખંડમાંમાંથી શ્રીખંડ જ નીકળ્યો. 😊
Tweet media one
75
23
556
@chetan_pagi
Chetan Pagi
3 years
SVP ખાલીખમ, PVR હાઉસફૂલ બસ ઇતના સા ખ્વાબ હૈ.... 😷
16
36
498
@chetan_pagi
Chetan Pagi
2 years
આકરી ગરમી એ કપાયેલા દરેક વૃક્ષે માણસજાત સામે વાળેલું વેર છે. 😷
11
37
480
@chetan_pagi
Chetan Pagi
2 years
એક ઉમેદવાર પાસેથી 16-17 લાખ ઉઘરાવાય છે. પરીક્ષામાં કોરી આન્સર શીટ મૂકીને આવનારા પાસ થઈ જાય છે... આ આક્ષેપોનો શું જવાબ આપશે સરકાર?
Tweet media one
13
113
471
@chetan_pagi
Chetan Pagi
2 years
લોકો જ્યારે સત્તાધીશોને સવાલ પૂછવાનું બંધ કરી દે ત્યારે....
Tweet media one
23
86
463
@chetan_pagi
Chetan Pagi
4 years
એક મામલતદાર 25 લાખની લાંચ લેતા ઝડપાય છે તો બીજા નિવૃત્ત નાયબ મામલતદારની પાસેથી 30 કરોડની બેનામી સંપત્તિ મળી આવે છે. આ મામલતદારો છે કે માલામાલતદાર?? 😷
28
58
449
@chetan_pagi
Chetan Pagi
3 years
(અમદાવાદમાં) બોપલ ગામ વસાવનારને તે વસાવવાનો યશ નથી મળ્યો. આ ગામની બહાર બોપલ દેસાઈ નામનો રબારી પોતાનાં પશુઓ લઈને બેસતો. લોકો કહેતા કે બોપલ દેસાઈની વસાહતે જવું છે. તેમાંથી બોપલ નામ પડી ગયું. (રજનીકુમાર પંડ્યાના એક લેખમાંથી)
12
37
444
@chetan_pagi
Chetan Pagi
1 year
ફુડ પેકેટ પર રિવાબા જાડેજાના ફોટો. આફતમાં પણ પબ્લિસિટીનો અવસર?
Tweet media one
79
41
441
@chetan_pagi
Chetan Pagi
3 years
આપણને સ્પેસમાં પહોંચાડવામાં સાઇકલનું યોગદાન ભૂલવા જેવું નથી. 😇
Tweet media one
8
24
423
@chetan_pagi
Chetan Pagi
3 years
યુરોપના વિક્ટોરીયન યુગમાં ટાઇમ ટ્રાવેલ કરવાની ઈચ્છા થતી હોય તો સિદ્ધપુરનો વ્હોરવાડ જોવા જેવો છે. 200 વર્ષ જૂની નિઓક્લાસિકલ વિક્ટોરીયન સ્ટાઇલની હવેલીઓ આજે ખાલીખમ છતાં અડીખમ જોવા મળે છે. દરેક હવેલીના દરવાજે સરસ ઓટલા છે, અને શેરીના છેડે ‘365 બારીઓ’વાળી વિશાળ હવેલી પણ છે.
Tweet media one
Tweet media two
Tweet media three
25
50
424
@chetan_pagi
Chetan Pagi
4 years
જસ્ટ ઇમેજીન. કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર હોય અને ઇકોનોમીની આ હાલતમાં સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવ વધાર્યા હોત તો? ભાજપના એક-એક નેતા મિસાઇલ બનીને સરકાર પર ત્રાટક્યા હોત. પણ ભાજપ સરકારના નસીબ સારા છે, વિપક્ષમાં ભાજપ નથી.
39
51
413
@chetan_pagi
Chetan Pagi
3 years
વર્દીમાં ધબકતી સંવેદનશીલતાની સાબિતી. Silver lining by @GujaratPolice @vadodrapolice
Tweet media one
12
53
407
@chetan_pagi
Chetan Pagi
3 years
રાયપુર વિસ્તારમાં પખાલીની પોળ પાસે ‘લાંબા પાડાની પોળ’ આવેલી છે. તોફાન વખતે લાંબા પાડાની પોળના છોકરા તોફાન કરીને ભાગી જતા. અને ખીજવાયેલી પોલીસના હાથમાં પખાલીની પોળના છોકરાઓ આવી જાય તેને માર ખાવો પડતો. ત્યારથી કહેવત પડી કે – પાડાના વાંકે પખાલીને ડામ. (વિનોદ ભટ્ટના એક લેખમાંથી) 😇
16
52
408
@chetan_pagi
Chetan Pagi
3 years
25 વર્ષથી સત્તા ધરાવતા ભાજપની સરકારમાં ગુજરાતમાં અત્યારે જે સ્થિતિ સર્જાઈ છે એના માટે જનતા કોંગ્રેસને માફ નહીં કરે.😷
29
60
405
@chetan_pagi
Chetan Pagi
3 years
હર એક દોસ્ત જરૂરી હોતા હૈ.... ગાઝીયાબાદમાં રહેતા બાળપણના દોસ્ત પાસે 24 કલાક ચાલે એટલો ઓક્સિજન બચ્યો હતો. જાણ થતા રાંચીમાં રહેતા દેવેન્દ્રકુમારે 1300 કિલોમીટર ડ્રાઇવીંગ કરીને ભાઈબંધને ઓક્સિજન પહોંચાડ્યો. Silver lining 😷
Tweet media one
6
59
379
@chetan_pagi
Chetan Pagi
13 days
નાટક નામે ન્યાય....
Tweet media one
26
90
375
@chetan_pagi
Chetan Pagi
4 years
હું ગુજરાતીમાં લખીશ ત્યારે સમજીવિચારી, જોખીતોળીને લખીશ.મારી વાત સાથે તમે અસંમત થાઓ એમ બની શકે પણ હું એવું કશું પણ નહીં લખું જે વાંચીને તમને સૂગ ચડે. ચીતરી ચડે એવું કંઇ લખીને હું મારી માતૃભાષાને અભડાવવા માગતો નથી. કારણે કે મારી ગુજરાતી ભાષા વિશ્વની કોઈ ભાષા કરતા ઉતરતી, નબળી નથી.
17
28
353
@chetan_pagi
Chetan Pagi
2 years
ટોટલ મારતા રહેજો. ક્યાંક 182થી વધી ના જાય. 🙂
26
24
358
@chetan_pagi
Chetan Pagi
2 years
Lethal joke via WhatsApp - અંગ્રેજી વ્યાકરણ શીખવાડતી વખતે શિક્ષક કહેતા કે જેની પાછળ ED લાગે એનો કાળ બદલાઈ જાય.... આટલા વર્ષે હવે સમજાય છે !!! 😷
13
37
350
@chetan_pagi
Chetan Pagi
3 years
નોનવેજની લારીવાળા વિલન છે. અને પર્વતો ખોદી કાઢનારા ખાણ માફિયાઓ, આપણી સંસ્કૃતિ જેના ખોળે ઉછરી એ નદીઓને તબાહ કરી દેનારા રેતી માફિયાઓ અને આ જ નદીઓમાં રાત દિવસ પ્રદુષિત પાણી છોડનારા ઉદ્યોગો અને સામાન્ય લોકોની, સરકારની જમીનો પચાવી પાડતા લેન્ડ માફિયાઓ ક્યૂટ છે. 😷
16
54
342
@chetan_pagi
Chetan Pagi
1 year
પીએમ મોદીજી છેલ્લા 6 મહિનામાં 7 વખત રાજસ્થાન જઈ આવ્યા પણ 3 મહિનામાં એક પણ વાર મણિપુર નથી ગયા. રાજસ્થાનમાં ચૂંટણી છે, મણિપુરમાં નથી. સમાચાર સમાપ્ત થયા. 😷
22
63
349
@chetan_pagi
Chetan Pagi
3 years
કોરોનાની ફર્સ્ટ વેવ અને સેકન્ડ વેવ વચ્ચે કેટલો ફરક? ‘ફર્સ્ટ વેવમાં સીઆર પાટીલ માસ્ક પહેર્યા વિના ટોળું ભેગું કરતા હતા. સેકન્ડ વેવમાં તેઓ માસ્ક પહેરીને ટોળું ભેગું કરે છે.’ 😷
22
41
340
@chetan_pagi
Chetan Pagi
3 years
વીજળી એ બીજું કાંઈ નહીં ચણાનો લોટ પલાળવાનો સંકેત છે. 😄
10
10
340
@chetan_pagi
Chetan Pagi
3 years
Make Amdavad smile again.....
Tweet media one
9
20
335
@chetan_pagi
Chetan Pagi
4 years
'સ્વચ્છતા' અભિયાન. આજનું દિવ્ય ભાસ્કર. @GujaratPolice @Shamsher_IPS
Tweet media one
7
7
330
@chetan_pagi
Chetan Pagi
3 years
ઇન્ક્રેડિબલ ઇન્ડિયા: BCCIએ પસંદ કરેલી ટીમની નિષ્ફળતા સામે આપણે જેટલો આઉટરેજ કરીએ છીએ એટલો આઉટરેજ તો આપણે જાતે પસંદ કરેલી સરકારની નિષ્ફળતા સામે પણ નથી કરતા. 🤔
11
49
327
@chetan_pagi
Chetan Pagi
3 years
લેટેસ્ટ ઉખાણો: એ શું જે ફુટે તો પણ અવાજ ના થાય? 🙂
35
21
321
@chetan_pagi
Chetan Pagi
2 years
બ્રેકિંગ ન્યૂઝ: ભાજપના 5 મંત્રીઓ અમારા સંપર્કમાં. પરિવારજનોનો દાવો 😊
3
15
318
@chetan_pagi
Chetan Pagi
3 years
જવાબ આપવો પડશે.... (આજનું દિવ્ય ભાસ્કર)
Tweet media one
15
51
285
@chetan_pagi
Chetan Pagi
2 months
ભાજપના એક નેતાએ જેમને ગાંધી પરિવારના ચપરાસી ગણાવ્યા હતા એ કિશોરીલાલ શર્માએ 1 લાખથી વધારે વોટથી સ્મૃતિ ઈરાનીને હરાવ્યાં.
6
33
314
@chetan_pagi
Chetan Pagi
1 year
જગદીશ ફરસાણે વડોદરાને ચારે બાજુથી ઘેરી લીધું છે. લીલો ચેવડો ને ભાખરવડી લીધા વિના કોઈ છટકી ના શકે એ માટે ફૂલપ્રૂફ વ્યવસ્થા છે. 🙂
30
14
307
@chetan_pagi
Chetan Pagi
2 years
કચરાના ઢગલા, રસ્તા પરના ખાડા, ઝૂંપડપટ્ટી, સ્કૂલની તૂટેલી દિવાલ, સરકારી દવાખાનામાં ડૉક્ટરની રાહ જોતા દર્દીઓ વિગેરે ક્રોસ કરીને એક માણસ સિનેમાઘરમાં ફિલ્મનો વિરોધ કરવા પહોંચે છે... 😷
12
48
304
@chetan_pagi
Chetan Pagi
3 years
સરકારને બ્લેમ કરવાનો અર્થ નથી. સરકાર કોણ ચલાવશે એ નક્કી કરતી વખતે આપણે ક્યારેય આરોગ્ય, એજ્યુકેશનને સુધારવા શું તૈયારી છે એવો આગ્રહ રાખ્યો નથી. મહિનાની શરુઆતમાં જ સરકારે કહ્યું કે, ગાય બચાવી, હવે દિકરીઓને બચાવીશું ત્યારે આપણે પૂછ્યું હતું કે દર્દીને બચાવવાની શું વ્યવસ્થા છે?
22
40
302
@chetan_pagi
Chetan Pagi
4 years
અમરેલીથી અમદાવાદના રસ્તે બોટાદમાં પ્રવેશતા મિલમાં મગફળીમાંથી કાઢવામાં આવતું ચોખ્ખું સિંગતેલ. ઉત્તમ ક્વોલિટીની મગફળીમાંથી નીકળતા તેલની સુગંધ છેક રસ્તા પર આવતી હતી. વિડીયો શૂટ કરવા મિલ માલિકની પરવાનગી માગી તો તેમનો જવાબ હતો, 'અમારે કશું છુપાવવાનું નથી, છૂટથી ફોટા પાડો.'
13
31
297
@chetan_pagi
Chetan Pagi
2 years
દિવ્ય ભાસ્કરની પહેલ... 🙂
Tweet media one
20
31
300
@chetan_pagi
Chetan Pagi
2 months
ગુજરાતે ભાજપને શું નથી આપ્યું? વગર માગે મત આપ્યા ને છેલ્લે 156 બેઠક આપી. તો પણ તક્ષશિલા, મોરબી, હરણી ને હવે રાજકોટ. શું પેજ પ્રમુખોથી લઈને પ્રદેશ અધ્યક્ષ માત્ર વોટ ઉસેટવા માટે છે? જે બાળકો મા-બાપની નજર સામે હોવા જોઈએ એમની ડેડબૉડી શોધવા ડીએનએ ટેસ્ટ કરવા પડે એ દિવસો કેમ આવ્યા?
27
71
306
@chetan_pagi
Chetan Pagi
2 years
EVM છોડો, EMIની ચિંતા કરો. 😓
13
31
292
@chetan_pagi
Chetan Pagi
3 months
સવાલ પૂછવાનું લાઇસન્સ 5 વર્ષ માટે રિન્યુ કરાવી લીધું.
Tweet media one
28
14
299
@chetan_pagi
Chetan Pagi
4 months
ન ગમે એવી કડવી વાત એ છે કે વિવાદીત નિવેદન ભાજપના નેતાએ આપ્યું છે એટલે સમસ્યા ક્ષત્રિયોની છે. જો આવું નિવેદન વિપક્ષના નેતાએ આપ્યું હોત તો તે હિન્દ�� ધર્મનું અપમાન ગણાતું અને હિન્દુત્વની રક્ષા કાજે મતદાનની તારીખ સુધી સભાઓ ગજવી નાખવામાં આવતી.
20
54
286
@chetan_pagi
Chetan Pagi
5 months
ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓ પસંદ કરવા માટેની પરીક્ષા સામે ગંભીર સવાલો. આજનું દિવ્ય ભાસ્કર.
Tweet media one
7
69
277
@chetan_pagi
Chetan Pagi
23 days
મેડીકલ કદાચ એકમાત્ર એવો કોર્સ છે જેની ફી ભારતમાં મોંઘી અને વિદેશમાં સસ્તી છે. જે અભ્યાસ આરોગ્ય વ્યવસ્થાને મજબૂત બનાવવા અત્યંત જરૂરી છે એને પણ કમાણીનું સાધન બનાવી દેવાયું. 1995 પછી એકપણ સરકારી મેડીકલ કોલેજ બની નથી.
Tweet media one
17
78
279
@chetan_pagi
Chetan Pagi
5 years
#Gujarati રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્રનું હાલમાં જ મૃત્યું થયું હતું એટલે ભાજપે એમના ઉમેદવાર જીતશે તો ઉજવણી નહીં કરવાનો નિર્ણય લીધો છે. આવી ઘટનાઓ ખાતરી આપે છે કે રાજકારણમાં હજુ માણસાઈ બચી છે.
10
56
275
@chetan_pagi
Chetan Pagi
2 years
આદિવાસી સમાજ દિશા ચીંધે છે..... આજનું દિવ્ય ભાસ્કર
Tweet media one
10
31
270
@chetan_pagi
Chetan Pagi
2 years
હિન્દી ન્યૂઝ ચેનલો: ચાઈના ઘૂસ્યુ ત્યારે: સાઇલન્ટ મૉડ રશિયા ઘૂસ્યુ એટલે: વાઇબ્રન્ટ મૉડ 🙂
7
20
265
@chetan_pagi
Chetan Pagi
3 years
શ્રમજીવી મહિલાઓની ખુમારી. આજનું દિવ્ય ભાસ્કર.
Tweet media one
1
36
263
@chetan_pagi
Chetan Pagi
2 years
તારાપુર નજીક કનેવાલ ટાપુ પર રહેતા લોકો હોડીમાં નદી ઓળંગી 78% મતદાન કરે છે અને ઘરની પડખે કેન્દ્ર હોવા છતાં અમદાવાદમાં 51 ટકા મતદાન. 😷
6
24
259
@chetan_pagi
Chetan Pagi
3 years
બ્રેકિંગ ન્યૂઝ: વૉટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ડાઉન. અનેક પરિવારોમાં મહિનાઓ બાદ પિતાનું પુત્ર સાથે, માતાનું દીકરી સાથે, પતિનું પત્ની સાથે મિલન થતા લાગણીસભર દૃશ્યો સર્જાયા. 😃 #સ્માઈલડેસિવિર
10
20
251
@chetan_pagi
Chetan Pagi
10 days
જેમના વોટથી વડાપ્રધાન પદ મળ્યું એ મધ્યમ વર્ગને નિરાશ કરવાની વધુ એક તક નહીં ગુમાવવા બદલ મોદીજીનો આભાર. 😷
9
24
262
@chetan_pagi
Chetan Pagi
3 years
ક્યારેય આવી ન હોય એવી આફતમાંથી દેશ પસાર થઈ રહ્યો છે અને વડાપ્રધાન દર પાંચ વરસે આવતી એક રાજ્યની ચૂંટણી જીતવા સભાઓ લલકારી રહ્યાં છે. ધજાઓ ફરકાવી દેવાનું આ તે કેવું વળગણ? 😷
29
40
251
@chetan_pagi
Chetan Pagi
3 years
વંદનાનો કિસ્સો તાજો છે પણ પહેલો નથી. દલિત પ્રોફેસરનો ચાનો કપ અલગ રખાતો હોવાના દાખલા છે. સ્કૂલમાં દલિત, કહેવાતી નીચલી કોમના વિદ્યાર્થીઓનો જુદો વર્ગ બનાવ્યાના દાખલા છે. મૂછ નહીં રાખવાના અને વરઘોડામાં ઘોડે નહીં ચઢવાના પણ દાખલા છે. આવા કંઇક દાખલા છે જેના જવાબ આપણે હજુ શોધી શક્યા નથી.
16
27
255
@chetan_pagi
Chetan Pagi
4 years
ગાંધીજી આજીવન અહિંસાનું પાલન કરી શક્યા કારણ કે એમના પર લોન, એફડી, કે ક્રેડિટ કાર્ડ માટે બેન્કમાંથી ફોન આવતા નહોતા. 😷
14
39
249
@chetan_pagi
Chetan Pagi
5 months
ગયા મહિને હીટ એન્ડ રનના આરોપીને પોલીસ સ્ટેશનમાંથી છોડાવી જનાર રંજનબેનને ત્રીજી ટર્મ માટે ભાજપની ટિકિટ.
Tweet media one
24
47
256
@chetan_pagi
Chetan Pagi
4 years
હૉસ્પિટલ, કોરોના વોરિયર્સ પર ફૂલ વરસાવનાર એરક્રાફ્ટ થોડાઘણાં શ્રમિક પરિવારોને બેસાડીને ગામ પહોંચાડે તો વધુ ઉત્તમ.
25
48
248
@chetan_pagi
Chetan Pagi
3 years
આ આંકડા પ્રેસ રિલિઝ કે સૂત્રો દ્વારા મેળવેલા નહિ ભાસ્કરના રિપોર્ટરે 24 ક્લાક (હા, 24 ક્લાક) સિવિલ હોસ્પિટલમાં રહીને કરેલી જાતતપાસ આધારિત છે. આશય આઘાત આપવાનો,નકારાત્મકતા ફેલાવવાનો કે દોષારોપણનો નહી વાસ્તવિકતા રજૂ કરવાનો છે. નિયમોનું પાલન એ આપણી ફરજ નહી આપણો ધર્મ છે, નાગરિક ધર્મ.
Tweet media one
Tweet media two
11
66
251
@chetan_pagi
Chetan Pagi
1 year
આપણી ભાષાના કેટલાક ક્યૂટ શબ્દો... ગલીપચી ટીંગાટોળી ઢચુપચુ અગડમબગડમ તમને કોઈ યાદ આવે છે? 😊
68
7
254
@chetan_pagi
Chetan Pagi
2 years
મધુ શ્રીવાસ્તવનો અલગ સ્વેગ છે. સામે કોઈ ધમકી આપતું નથી તો પણ મારામારીની વાત કરે છે. એમના નિવેદનો સાંભળીને એવું લાગે કે એ ચૂંટણી નહીં એલઓસી પર એકલે હાથે આતંકવાદીઓ સામે લડે છે. 😷
14
9
249
@chetan_pagi
Chetan Pagi
2 months
-કોંગ્રેસ મંગળસૂત્ર લઈ જશે એવું કહ્યું એ બાંસવાડામાં ભાજપની હાર - કોંગ્રેસ તમારી ભેંસ લઈ લેશે એવું ��હ્યું એ બનાસકાંઠામાં ભાજપની હાર. - સંદેશખાલી જે બેઠકમાં આવે છે એ બશીરહાટમાં ભાજપની હાર. - વિપક્ષ મુજરો કરે છે એવું બોલ્યા એ પાટલીપુત્રમાં ભાજપની હાર. યાદી હજુ લાંબી છે...
10
48
256
@chetan_pagi
Chetan Pagi
3 years
મૉરલ ઑફ ધ સ્ટોરી: જે લૉકડાઉન 2020માં જે સૌથી પહેલો વિકલ્પ હતો એ 2021માં અંતિમ વિકલ્પ છે. 😷
15
25
250
@chetan_pagi
Chetan Pagi
4 years
56ની છાતી... (અન્ડર વોટર છે એટલે દેખાતી નથી)😷
Tweet media one
9
17
240
@chetan_pagi
Chetan Pagi
3 years
'ઘરે ગયા હતા કે રાતથી અહીયાં જ છો?' - કંટ્રોલ રૂમમાં આવ્યા બાદ પત્રકારોના ખબરઅંતર પુછતા સીએમ રૂપાણી. 🙂
2
4
247
@chetan_pagi
Chetan Pagi
4 years
'સાત પગલાં આકાશમાં'ના સર્જક, જેમની આંખોમાંથી કાયમ સ્નેહ વરસતો એવાં કુંદનિકા કાપડીયાનું નંદીગ્રામ ખાતે અવસાન. સતત બીજો પીડાદાયક દિવસ. અને વક્રતા પણ કેવી? કુંદનિકાબહેનની પહેલી નવલકથા હતી 'પરોઢ થતાં પહેલા' અને તેમણે વિદાય પણ લીધી રાત્રે 2 વાગ્યે. પરોઢ થતાં પહેલાં..
Tweet media one
22
51
240
@chetan_pagi
Chetan Pagi
3 years
પાડોશી હોય તો....રજનીકાંત જેવા 🙂
Tweet media one
1
25
240
@chetan_pagi
Chetan Pagi
3 months
ગાંધીજી: કરો યા મરો નેતાજી: તુમ મુઝે ખૂન દો... શાસ્ત્રીજી: જય જવાન, જય કિસાન અમિતજી: તું હરખો બેસ પહેલા 😎
14
35
248
@chetan_pagi
Chetan Pagi
3 years
🤐
Tweet media one
24
20
240
@chetan_pagi
Chetan Pagi
1 month
એક દિવસ આવશે જ્યારે સરકાર કહી દેશે કે તમારો જન્મ કોંગ્રેસની સરકાર વખતે થયો હતો એટલે તમારા મોત માટે NDA સરકાર જવાબદાર નથી. 😷
10
34
245
@chetan_pagi
Chetan Pagi
3 years
Women at work....
Tweet media one
6
36
237
@chetan_pagi
Chetan Pagi
30 days
પછી શું કર્યું?
@DevabhaiMalam
Devabhai Malam
1 month
મારા મતવિસ્તાર ના બાલાગામ થી બામણાસા રસ્તા વચ્ચે તુટેલા રસ્તા ની સ્થળ પર નિરીક્ષણ કર્યું.અને સ્થાનીક લોકોની રજુઆતો સાંભળી. @Bhupendrapbjp @mansukhmandviya
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
7
112
69
32
244
@chetan_pagi
Chetan Pagi
3 years
બંગાળની ચૂંટણી ઝટ પતે તો સારું. દેશને ફૂલટાઈમ પીએમ પાછા મળે. 😷
18
28
241
@chetan_pagi
Chetan Pagi
1 month
રાજા: અમે બહુ વિકાસ કર્યો. મેઘરાજા: let me check. 😎
7
34
242
@chetan_pagi
Chetan Pagi
3 years
ઝોમેટોના આઇપીઓ ના લાગ્યો હોય એ લોકો સ્વિગીમાં ઓર્ડર કરીને રિવેન્જ લઈ શકે છે. 😇 #સ્માઈલડેસિવિર
9
10
240
@chetan_pagi
Chetan Pagi
1 month
દારૂનો ધંધો બુટલેગરો કરે છે એ ભ્રમ છે.
@SamirParmar1947
Samir Vibes of India
1 month
આમાં ક્યાંથી દારુબંધી થાય? સીઆઈડી ક્રાઈમમાં કામ કરતા મહિલા પોલીસ કર્મચારી જ બુટલેગર સાથે દારૂભરેલી ગાડીમાં પકડાયા. કચ્છ પોલીસે FIR તો કરી પણ નીતા ચૌધરી પોલીસમાં છે એવું ન લખ્યું. @GujaratPolice @dgpgujarat
Tweet media one
11
24
116
13
39
241
@chetan_pagi
Chetan Pagi
4 months
યુપીએસસી પાસ કરનાર સંખ્યાબંધ યુવાનોની (ખરેખર પ્રેરણાદાયી) સક્સેસ સ્ટોરીઓ જોવા મળે છે. પણ પાસ કર્યા પછી, પૉસ્ટિંગ મેળવ્યા પછીની સક્સેસ સ્ટૉરીઓ કેમ જોવા મળતી નથી. તેજતર્રાર, પ્રતિભાશાળી ‘ઉમેદવારો’ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કર્યા પછી ક્યાં ખોવાઈ જાય છે?
40
33
242
@chetan_pagi
Chetan Pagi
3 years
ટચલી આંગળીએ પ્રભુએ ગોવર્ધન પર્વત ઉંચકી લીધો હતો....હજારો વર્ષ પછી સાહેબે એક હાથે છત્રી ઉંચકી લીધી. પૃથ્વીલોકમાં આનંદ-આનંદ વ્યાપી ગયો. ટ્વિટર તરબતર થઈ ગયું. 🙏🙏🙏
21
23
228
@chetan_pagi
Chetan Pagi
1 year
બે દિવસ પહેલા પીએમ મોદીએ એનસીપીએ કરેલા કૌભાંડોનો આંકડો આપ્યો. આજે એનસીપીના નેતાઓએ ભાજપ સાથે ભાઇબંધી કરીને મંત્રી બની ગયા. જવાહરલાલ નેહરુએ રાજકારણની પથારી ફેરવી દીધી છે. 😷
13
27
226
@chetan_pagi
Chetan Pagi
3 months
ચૂંટણી કમિશનર પાસે ઈતિહાસમાં અમર થઈ જવાની અમૂલ્ય તક છે. પણ એમને ઇતિહાસ કરતા બાળ-બચ્ચાની ચિંતા વધુ હોય એ સ્વાભાવિક છે.
15
19
232
@chetan_pagi
Chetan Pagi
6 months
રસેલ્સ વાઇપરમાં પણ આટલું ઝેર નહીં હોય એની ખાતરી છે.
@BaisaRakhi
Rakhi ❣️
6 months
NOTE : किसी के भी ‘अय्याशी’ के नतीजे हिंदुस्तान नहीं झेलेगा ll सानिया मिर्ज़ा और उसके “पाकिस्तानी बच्चे” को किसी कीमत पर भारत की नागरिकता नहीं मिलनी चाहिए l सहमत है तो रिट्वीट करें…
Tweet media one
3K
7K
18K
43
18
228
@chetan_pagi
Chetan Pagi
2 years
મને મારી ભાષા ગમે છે, કારણ કે મને મારી બા ગમે છે. — વિપિન પરીખ
1
12
222
@chetan_pagi
Chetan Pagi
3 years
જેની સાથે કલાકો ગપ્પા માર્યા હોય, રખડપટ્ટી કરી હોય, માણેકચોકથી લઈને મેકલૉડગન્જમાં ખાધુપીધું હોય એ ફ્રેન્ડના ફાધર કે મધર ગૂજરી જશે તો તેના ખભે હાથ મૂકવા જઈ નહીં શકાય એવું પાંચ વર્ષ પહેલા વિચાર્યું પણ નહોતું.
12
22
221
@chetan_pagi
Chetan Pagi
3 years
જાહેર રસ્તા પર બેસતી ગાયોની વચ્ચેથી પસાર થતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાં 'જાગૃત' નાગરિકની સરકારને અપીલ. (સ્થળ: ચાણક્ય પાર્ટી પ્લોટ, જીવરાજ ચાર રસ્તા, અમદાવાદ)
Tweet media one
24
32
219
@chetan_pagi
Chetan Pagi
4 years
બ્રેકિંગ ન્યૂઝ: કેરળના તિરુવનંતપુરમથી રવાના થયેલું ચોમાસુ અત્યારે કોચી નજીકના ઢાબા પર ઇડલી-સંભાર ખાવા રોકાયું છે. ચિંતાની જરુર નથી. મુંબઈ પહોંચવામાં મોડું નહીં થાય. 😇
11
17
223
@chetan_pagi
Chetan Pagi
3 years
બેડરૂમની બારીમાંથી દેખાતો આંબો, સોસાયટીની બહાર જોવા મળતો પીપળો, ચાર રસ્તા પરનો ગરમાળો અને ઓફિસના પાર્કિંગમાં પેલો લીમડો..... રોજ આપણી નજર સામે રહેતા આવા કંઈક વૃક્ષો મૂળ સોતાં ઉખડી ગયા. એ હતાં ત્યારે રીયલાઇઝ થયું નહતું, હવે નથી ત્યારે એની વેલ્યુ ફીલ થાય છે. What a tragic end. 🤕
5
11
219
@chetan_pagi
Chetan Pagi
3 months
કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારો માટે પ્રચાર કરતા ભાજપના કર્મઠ કાર્યકર્તાઓને મજૂર દિવસની હાર્દિક શુભકામના. 🙏
16
36
220
@chetan_pagi
Chetan Pagi
4 years
શ્યામલ ક્રોસ રોડ પાસે...'મળેલા જીવ'ના કાનજી અને જીવી. (કાશ પન્નાલાલ પટેલને ટેગ કરી શકાતા હોત...)
Tweet media one
10
8
215
@chetan_pagi
Chetan Pagi
3 years
બ્રેકિંગ ન્યૂઝ: આઇપીએલની અમદાવાદની ટીમ ડિક્લેર 😎 બકો (કેપ્ટન) ચકો (વાઇસ કેપ્ટન) ભૂરો ભઇલો બાપુ ટીનો પીન્ટો (વિકેટ કીપર) ભાણો લાલો મુન્નો #સ્માઈલડેસિવિર
22
13
212
@chetan_pagi
Chetan Pagi
4 years
બ્રિટિશકાળ વખતે હરિજન ફંડમાં દેશભરના લોકો દાન આપતા. બાળકોએ સિક્કા તો પરિણીતાઓએ પહેરેલા ઘરેણાં ઉતારીને આપી દીધાં હતા. છતાં એક પણ વખત ફંડનું ઑડિટ થયું નહોતું, કે ક્યારેય તેની સામે સવાલો થયા નહોતા. કારણ કે આ ફંડમાં લોકો જે માણસના લીધે દાન આપતા હતા એનું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી.
Tweet media one
11
23
210
@chetan_pagi
Chetan Pagi
4 years
કેટલાક વર્ગોમાં ગાંધીજીને ગાળો બોલવાનો વાઈરસ ફેલાયો છે. પોતાનો આત્મવિશ્વાસ વધતો હોય તો આ ‘થેરપી’ ખોટી નથી. ગાળો બોલનારની ભીરુતા પર વીરત્વનું આ પ્રકારનું વાર્નિશ ઘણીવાર જરૂરી પણ હોય છે. પણ આવી નકારાત્મક ઉપદ્રવી પ્રવૃત્તિ હિમાલયને કાંકરીઓ મારવાથી વિશેષ નથી. - ચંદ્રકાંત બક્ષી
11
31
213
@chetan_pagi
Chetan Pagi
3 years
વાવાઝોડા, તોફાનના કે નુકશાનના જુના વિડિયોઝ, ફોટોઝ આ લેટેસ્ટ વાવાઝોડાના નામે ફરતા થશે એવી સંભાવના છે. આપણે ક્ષણિક ઉત્સાહમાં આવીને, રોમાંચિત થઈને ફોરવર્ડ ના કરીએ. નાહકના લોકો પેનિકમાં આવશે. લાઈક, રી-ટ્વીટ પહેલા 'આ ફેક તો નથી ને?' એવું જાતને અચૂક પૂછીએ. 🙏
6
40
214
@chetan_pagi
Chetan Pagi
4 years
જેની ક્યારેય કલ્પના ન્હોતી એના માટે ગુજરાત તૈયાર થઈ રહ્યું છે. કોરોના સંક્રમણ રોકવા નવરાત્રિના મોટા આયોજનો નહી. ગુજરાતને ફરી ધબકતું કરવા આ જરુરી છે. અંતિમ નિર્ણય સરકાર કરશે.
Tweet media one
18
22
208
@chetan_pagi
Chetan Pagi
5 months
કોઈ રિવ્યૂ વાંચ્યા વિના, કોઈના સજેશન વિના તમે કોઈ એવી ફિલ્મ જોવાનું શરૂ કરો છો ( લાવ જોવા તો દે કેવી છે એવું વિચારી) જેનું તમે માત્ર નામ સાંભળ્યું છે અથવા સાંભળ્યું પણ નથી. અને એ ફિલ્મ એટલી અદ્ભુત નીકળે કે તમે આખી જોયા વિના રહી ન શકો. આવો અનુભવ ઘણાં સિનેમા પ્રેમીઓને થયો હશે.
Tweet media one
18
23
212
@chetan_pagi
Chetan Pagi
2 years
કરદાતાઓને અભિનંદન. આજથી સરકારી ખર્ચે ભાજપનો પ્રચાર બંધ. 🙂
10
18
207
@chetan_pagi
Chetan Pagi
2 months
2019માં વારાણસી સીટ 4.80 લાખ વોટથી જીતનાર ભાજપ ઉમેદવારની સરસાઈ ઘટીને દોઢ લાખની આસપાસ થઈ. ઉમેદવારનું નામ છે - નરેન્દ્ર મોદી.
6
20
208