Vivekk Oza Profile Banner
Vivekk Oza Profile
Vivekk Oza

@Vivekdoza

22,367
Followers
573
Following
840
Media
5,092
Statuses

Journalist | મરવા પડેલા નાગરિક સમાજમા ધરાશયી થઈ રહેલી છેલ્લી દિવાલ !

Ahmadabad City, India
Joined August 2011
Don't wanna be here? Send us removal request.
@Vivekdoza
Vivekk Oza
2 years
બેડ ખૂટ્યા દંડ વસૂલ્યા રેમડેસિવિરમા પણ લૂંટ્યા દંડાથી નિર્દોષ ને કૂટ્યા પેપરો તો લગભગ બધા જ ફૂટ્યા અને બાકી હતુ તે પુલ પણ તૂટ્યા...!! માનવસર્જીત મોતના તાંડવના ૨૪ કલાક પછી પણ CBI, ED, NIA અને ભારતમા શ્રેષ્ઠતમ ATS ધરાવતી સરકાર જવાબદાર જાહેર કરી શકી નથી.
Tweet media one
44
502
2K
@Vivekdoza
Vivekk Oza
2 years
@YAJadeja @jitu_vaghani @BJP4Gujarat @BJP4India @narendramodi @AmitShah @GajendrasinhBJP @KiritsinhJRana @PradipsinhGuj @hdraval93 ભાઈ, તમે ખરીદાયા નહી એટલે પહેલા ટ્વિટર હેક કર્યુ પછી ઘર ખાલી કરાવ્યુ અને હમણા તમારી સામે ફોજદારી ગુનો દાખલ થઈ રહ્યાનુ જાણ્યુ. આ બ્રિટિશરો ને પણ શરમાવે એવુ દમન છે. દબાવેલી સ્પ્રિંગ ઉછળે ત્યારે કોઇને છોડતી નથી !
41
968
2K
@Vivekdoza
Vivekk Oza
2 years
ગુજરાતના સમૃદ્ધ શહેરના આ દ્રશ્યો તમારી સમક્ષ મૂકતા પહેલે કલાકો સુધી આંતરદ્વંદ ચાલ્યો છે. મોકલનાર મિત્રએ "હિન્દુ- મુસ્લિમ, બુલડોઝરબાજીમાંથી સમય મળે તો વિચારજે" એમ લખ્યુ છે. મારી પાસે શબ્દો નથી,અસમાનતાની સખત શરમ છે. જે તમને સૌને વહેંચી રહ્યો છુ. માફ કરશો @aput25 @DeepalTrevedie
106
495
2K
@Vivekdoza
Vivekk Oza
2 years
સરકારી કર્મચારી મહામંડળ- મોરચાના આગેવાનોએ કેમેરા સમક્ષ પડતર માંગણી ઉકેલવાની ઐતિહાસિક જાહેરાત કરી તેના 'વધામણા' આ રીતે થઈ રહ્યા છે. જૂના સચિવાલયમા મહામંડળની ઓફિસ અને સેન્ટ્રલ વિસ્ટામા પણ વિરોધનુ ગાન,નાચ ખાસ તમારા માટે... આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી.. @hdraval93
78
587
1K
@Vivekdoza
Vivekk Oza
3 years
ભાજપ આશ્રિતોનુ વધુ એક ભરતીકાંડ !આ વિડીયોમા દેખાય છે એ ભાજપના નેતા છે. GSRTCમા ડિરેક્ટરપદે હતા ! બાકીનુ બધુ આપે સાંભળવુ,જોવુ અને પછી 'હિજાબ'નો હિસાબ કરવો ! ન કરી શકો તો તમારા હિસ્સાની નોકરી કોમી વૈમનસ્યની હવામા 'દલાલ સ્ટ્રિટ'ને હવાલે મૂકવી જેથી એ બજાર વાઈબ્રન્ટ રહે 🙏 @YAJadeja
61
435
1K
@Vivekdoza
Vivekk Oza
2 years
"LRDનુ વેઇટિંગ નહિ ખુલે ત્યા સુધી ઉઘાડપગો ફરીશ" વિજાપુર નજીક આવેલા લાડોલ ગામના અરૂણ રબારીએ અઢી વર્ષથી પગમા ચપ્પલ પહેર્યા નથી. આશા રાખીએ આજે તેમની આ માનતા પૂર્ણ થાય. જય અંબે 🙏
Tweet media one
Tweet media two
54
375
1K
@Vivekdoza
Vivekk Oza
2 years
ગુજરાતીઓનુ માનસિક સ્તર જોઇને મને શરમ આવે છે, તમને ? અંધભક્તિ, એકતરફી ભાષણો, તસ્વીરોના આવરણે આજે તમે ખુબ નાચી લ્યો ઘણુ કૂદી પણ લ્યો. ૧૦-૧૫ વર્ષ પછી નવી પેઢી તમને જ્યારે પૂછશે કે- "પપ્પા તમે ત્યારે શુ કરતા હતા ?" લખી રાખજો ત્યારે તમારી પાસે કોઇ જ જવાબ નહી હોય ! હજી પણ સમય છે.
111
342
1K
@Vivekdoza
Vivekk Oza
2 years
તસવીરમા દેખાય છે એ માણસ ૧૪મી ગુજરાત વિધાનસભાના સન્માનિય ધારાસભ્ય છે. હુ પાર્કિંગમા હતો ત્યા સામે કોંગ્રેસના @JoshiBhikhabhai ને ફૂટપાથ પર ઝાડના છાંયે નીચે બેસેલા જોયા ! આવા સરળ ધારાસભ્યનુ નામ તથાકથિત પત્રકારો પક્ષપલ્ટા સાથે જોડે ત્યારે ખુબ દુ:ખ થાય છે.
Tweet media one
Tweet media two
Tweet media three
37
170
1K
@Vivekdoza
Vivekk Oza
3 years
૨૭ ફેબ્રુઆરીએ ગોધરાકાંડના બે દશકા થશે ! તે પૂર્વે માધ્યમો થકી ગુજરાતી જનમાનસમા એક નેરેટિવનો ટ્રેન્ડ સેટ થઇ રહ્યો છે. જેથી કોવિડ-19 મહામારીમા #ચક્રસેન રાજમા થયેલી અરાજકતાથી શરૂ કરીને નાગરીકોના ટેક્સમાંથી થયેલા કૌભાંડ- કાંડનો ગેરવહિવટ હાંસિયામા ધકેલાય !
Tweet media one
42
321
1K
@Vivekdoza
Vivekk Oza
1 year
પોણા બે દાયકાથી ગુજરાતમા એવી પેઢી તૈયાર થઈ રહી છે કે જે સરકારી સેવામા આવ્યા પછી Child Planning કરવાનુ પાંચ વર્ષ સુધી ટાળે છે ! આશા રાખીએ ૩૭૦ની કલમ હટાવનાર ડબલ એન્જિન સરકાર #ફિક્સવેતન નીતિ હટાવી સમાન કામ-સમાન વેતનના સિધ્ધાંતને અપનાવશે. જેથી ગુજરાતનો Happiness Indexની ગતિ ઉપર વધે !
77
831
1K
@Vivekdoza
Vivekk Oza
3 years
ઓનલાઈન : જેટલુ મશીન ખોટુ કરી શકે છે એટલુ માણસ પણ કરી શકતો નથી !
@YAJadeja
Yuvrajsinh Jadeja
3 years
આ બાબતે શું કહેશો ?? 💥આ દંપતી છે, અને કેટલા હોનહાર છે જે જોઈ શકો છો. માર્કસ પણ સરખા. વધારે પુરાવા માટે જો મેરેજ સર્ટીફીકેટ જોઈએ તો પણ મોકલી આપીશ. યોગ્ય તપાસ થાસે તો ઘણું બહાર આવશે. એક અઠવાડિયા પહેલા રૂબરૂ કાહિયું હતું, હજી કહું છું બહુ મોટા પાયે છબરડા થયા છે @AKRAKESHIAS1
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
426
2K
4K
34
345
1K
@Vivekdoza
Vivekk Oza
2 years
#લોકજીવન : નવી પેઢીમા પોતાનો ધર્મ, રૂઢી, પરંપરા અને સમાજ જીવનનો રંગ, ઇતિહાસ ઉતારીને આગળ વધતા, પછાતપણાને તોડતા સુઇગામ તાલુકાનુ બેણપ ગામ. માઇક, સાઉન્ડ નથી છતાંય હ્રદયના તારને વાઇબ્રન્ટ કરી મૂકે એ રીતે ગરબા રમાય છે, નવરાત્રિ ઉજવાય છે. @hdraval93 @aravindchaudhri @DevangP65175441
29
160
1K
@Vivekdoza
Vivekk Oza
2 years
It's Too Heartful last Line "IPS પૈસા બહુ ખાય છે અને એ જ લોકો પગાર વધારવા દેતા નથી" - આ એમના છેલ્લા શબ્દો છે જો આ સરકાર ને સમજાય તો 🙏 કુલદીપસિંહ યાદવ અમદાવાદમા પોલીસ કોન્સ્ટેબલ હતા. તેમણે પત્ની અને બે વર્ષની દિકરી સાથે ૧૨માળેથી કૂદકો મારીને આપઘાત કર્યો છે.
Tweet media one
76
376
1K
@Vivekdoza
Vivekk Oza
11 months
આ હિન્દુત્વ નથી ! ગુજરાત પણ નથી ! નર્મદાના સેલંબામા બજરંગ દળની યાત્રા પરના પથ્થરમારાને એકતરફી રજૂ કરાઇ રહ્યો છે. પહેલા પરમીશન વગર યાત્રા કાઢવી, લઘુમતી ક્ષેત્રોમાંથી યાત્રા લઈ જવી, નારાબાજી કરી સૌને ઉશ્કેરવા, દૂકાનોમા લૂંટ ચલાવવી પછી એવુ કહેવુ કે - મુસ્લિમોએ પથ્થરમારો કર્યો !
129
508
1K
@Vivekdoza
Vivekk Oza
1 year
તમે ક્યારેય પોલીસ સ્ટેશન ગયા છો ? ત્યા આરોપીને ક્યા બેસાડાય છે એ જોયુ છે ? ઇસ્કોન બ્રીજ પર ૧૦ નાગરિકોના મોતના આરોપી તથ્ય પટેલના પપ્પા પ્રજ્ઞેશ પટેલને પોલીસે ખુરશીમા બેસાડ્યો છે. આ એ જ માલેતુજાર શખ્સ છે કે જેની સામે જમીન, સ્ત્રી સંબંધિત ગુના હોવા છતાંય પોલીસ સામે પગ પર પગ ચઢાવી...
87
352
1K
@Vivekdoza
Vivekk Oza
3 years
ઈતિહાસ: GSSSBની રચના જ નોકરી ‘વેચવા’ થઈ છે. વર્ષ ૧૯૯૦ પહેલા વર્ગ-૩ના તમામ સંવર્ગો માટે ભરતી GPSC જ કરતુ હતુ. GADના એક ઠરાવથી ઉપજેલુ આ બોર્ડના ઉપર વિધાનસભાનું પણ નિયંત્રણ નથી ! GADથી CMO કંટ્રોલિંગ વ્યવસ્થામા લાંબાગાળે રાજકીય પાર્ટીના પ્રભાવમા જ સરકારી ભરતીના 'ખેલ' થતો હોય છે.
Tweet media one
38
405
1K
@Vivekdoza
Vivekk Oza
1 year
King Of SalangPur - દાદાની પ્રતિમાને હજી વધુ સારુ નામ આપી શકાયુ હોત ! ગુજરાતી ભાષામા વૈવિધ્યપૂર્ણ, સંસ્કૃતાર્થથી ભરપૂર શબ્દો છે. હનુમાનજીના ઇંગ્લીશ નામકરણમા એવી કોઇ ભવ્યતા, દિવ્યતા છલકાતી નથી. આવા નામો ટીનેજર્સના ઇન્સ્ટ્રાગ્રામ અને માથાભારે શખ્સોની નંબર પ્લેટ ઉપર વધુ હોય છે 🙏
71
109
1K
@Vivekdoza
Vivekk Oza
2 years
આ શુ ચાલી રહ્યુ છે ? આ ગુજરાત છે, પેલુ ઉત્તરપ્રદેશ નથી ! તમે નાગરિકોના ટેક્સમાંથી ગરીબ, જરૂરિયાતમંદ નાગરિકોને કિલો બે કિલો અનાજ આપવા કમળછાપ ટોપી + પટ્ટા બાંધીને પ્રચાર કરી ન શકો. આવી હરકતો અને પ્રદર્શન અમારા ગુજરાતીપણા અને સખાવતી ભાવને નિમ્ન સ્તરે લઈ જઈ રહ્યુ છે. બંધ કરો 🙏
Tweet media one
90
315
1K
@Vivekdoza
Vivekk Oza
1 year
પગાર ન વધવો, એ પણ પ્રમાણિકતા, તેના સાતત્યપણા માટે ઘાતક છે. ભ્રષ્ટાચાર માટે પોષક છે.
Tweet media one
51
685
1K
@Vivekdoza
Vivekk Oza
1 year
બાગેશ્વર બાબા ઉર્ફે ધીરેન્દ્ર શાસ્ત્રી, તેના કાફલા+કાર્યક્રમો પાછળ ગુજરાત સરકારે સુરતમા ૪૦૦ પોલીસ સહિત ૭૦૦ને તૈનાત કર્યા છે. આવી જ વ્યવસ્થા ટ્રાફિક નિયમન માટે રાખી હોત તો ખેડબ્રહ્મામા માલેતુજાર+રાજકીય રસુખદારના નશેબાજ ફરજંદે આ હોનહાર વિધાર્થી તેની માતાનો જીવ લીધો ન હોત 🙏
Tweet media one
70
188
1K
@Vivekdoza
Vivekk Oza
3 years
પેપર જ્યાંથી લીક થયુ એ સાણંદના સુર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિત RSS+BJP સાથે સ્ટ્રોંગ ક્નેક્શન ધરાવે છે. આ મુદ્રેશ પુરોહિતે 'નરેન્દ્ર મોદી' લિખિત "સંઘર્ષમા ગુજરાત" નામનુ પુસ્તક પણ છાપ્યુ હતુ. આ મુદ્રેશભાઇ પુરોહિતે ભાજપને ચૂંટણી ફંડ માટે ડોનેશન પણ આવ્યુ છે.
Tweet media one
Tweet media two
36
284
975
@Vivekdoza
Vivekk Oza
2 years
ડબલ એન્જિન તેનીય ઉપર 'ત્રિપલ એન્જીન' સરકાર હોવા છતાંય શહેર એ અમદાવાદના વિકાસગઢ વસ્ત્રાલના આ દ્રશ્યો છે. એન્જિન નંબર ૧- અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન એન્જિન નંબર ૨- ગુજરાત સરકાર એન્જિન નંબર ૩- ભારત સરકાર આ ત્રણેય એન્જિન ભાજપના જ છે, વંદે ગુજરાત ! @mihirjournalist @iDixitThakrar
42
290
986
@Vivekdoza
Vivekk Oza
2 years
૨૧ માર્ચ- ૨૦૨૦ પછી તમારો ડોક્ટર પણ દૂર ભાગતો હતો તમને યાદ હશે. પણ સરકારનો આ એ જ ફાલ છે જે કોવિડ- 19 મહામારીના ભયાવહકાળમા પણ ડર્યા વગર આપણા સૌના માટે મથતો રહ્યો હતો. હેલ્થવર્કર છે, જે ડર નહી પ્રેમ અને હુંફની ભાષા સમજે છે. @hdraval93 @NiravJoshi0 @LangaMahesh @DeepalTrevedie
19
268
976
@Vivekdoza
Vivekk Oza
4 years
કર્ફ્યુ મૂકવાને બદલે ગુજરાતની મહાન સરકાર કોવિડ-19ના કેસ, તેનાથી થતા મૃત્યુ, હોસ્પિટલોની સ્થિતિ સંદર્ભે સાચી માહિતી જાહેર કરે તોય ગુજરાતના નાગરિકોમા આપોઆપ સ્વયં શિસ્ત કેળવાઇ જશે. અહીં પ્રજા નહિ શાસકોની છેતરપીંડીથી સ્થિતિ વણસી રહી છે. FIRST CLASS PEOPLE THIRDS CLASS LEADERS
Tweet media one
50
178
934
@Vivekdoza
Vivekk Oza
2 years
અંગ્રેજીમા નાપાસ હોય તો પણ ઉ.પ.ધો. મળી જશે અને બીજાને ટિકિટ ! છેતરાયેલા કર્મચારીઓએ જૂનુ સચિવાલય ઘેર્યુ છે. મહામંડળ અને સંયુક્ત મોરચાના હોદ્દેદારો કાર્યાલયમા નથી. સગવડિયો ખેલ પાડનારા હોદ્દેદારો સામે પ્રચંડ રોષ છે. Mass CL પર ઉતરેલા કર્મચારીઓ કહે છે- We Want Justice. @hdraval93
40
353
913
@Vivekdoza
Vivekk Oza
3 years
મહાન મજબૂત અને યુવા સરકારના તાબા હેઠળ ચાલતા ગૌણ સેવા પસંદગી બોર્ડની હેડ ક્લાર્કનુ ભરતી પરીક્ષાનુ પેપર લીક થયુ છે. 10થી 12 લાખમા પેપર વેચાણુ, બેરોજગારો માટે લડતા અને અગાઉ LRD પેપર લિકેજના પુરાવા જાહેર કરનાર યુવરાજસિંહનો આરોપ. @dayalalvyas @hdraval93 @LangaMahesh @iDixitThakrar
34
224
862
@Vivekdoza
Vivekk Oza
4 years
"આ બધુ (કોરોના મહામારી) થોડુ હળવુ થાય એટલે જેની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે અ ભરતી પણ પૂર્ણ કરી દેવાશે" CM @vijayrupanibjp અત્યારે રાજકોટ છે અને તેમણે આ નિવેદન આપ્યુ છે. સોશ્યલ મિડીયામા સરકારી ભરતી મુદ્દે સંઘર્ષ કરી રહેલા યુવાનોએ હવે થોડી ધરપત રાખવી જોઈએ 🙏
Tweet media one
175
260
825
@Vivekdoza
Vivekk Oza
2 years
@devanshijoshi71 @YAJadeja પોલીસની વાન ઉપર "आज़ादी का अमृत महोत्सव" છે ! અને અહી આઝાદી સામે આરોપ છે કે એણે પોલીસને, પોલીસ હેડ કવાર્ટરમા પોલીસ ઉપર જીવલેણ હુમલો કર્યો. હવે હુમલો ખરેખર કોના માટે ઘાતક સાબિત થશે એ સમય કહેશે પણ ગુજરાતમા પણ હવે ખરી આઝાદી માટે સંઘર્ષનુ બીજ વવાઇ ગયુ છે. જે ટીલા- ટપકાં સામે નહી ટકે.
22
492
832
@Vivekdoza
Vivekk Oza
2 years
જેમ બુથ લેવલ મેનેજમેન્ટ ભાજપને ચૂંટણીમા સફળતા અપાવે છે એમ લોક રક્ષક દળ- LRD ભરતીમા આજે લેખિત પરીક્ષામા @GujaratPolice નુ સેન્ટર મેનેજમેન્ટ સફળ રહ્યુ છે. આશા રાખીએ કે સરકાર @Hasmukhpatelips વય નિવૃત થાય ત્યા સુધી પોલીસની ભરતી તેમને હવાલે જ રાખે.. @hdraval93 @devanshijoshi71 (1)
9
134
822
@Vivekdoza
Vivekk Oza
2 years
तख़्त ए વિકાસ, સરકારે आलमपनाह शाह ए સંવેદનશીલ તમારો, જી આપનો 'કાન આમળવા' ૪૨-૪૩ ડિગ્રીએ આખાય ગુજરાતમાંથી કર્મચારીઓ ગાંધીનગરમા ભેગા થયા છે. ૨૦ વર્ષથી દર પાંચમા વર્ષે ચૂંટણી પૂર્વે આ રીતે 'કર્મયોગી'ઓને ભેગા થઇ હૈયાવરાળ કાઢતા જોઈ રહ્યો છુ. તેના કરતા આવખતે વરાળમા આગ વધુ છે ! 😇
Tweet media one
50
351
808
@Vivekdoza
Vivekk Oza
3 years
ગૌણ સેવા પસંદગી મંડળે વર્ગ-૩ની બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરતી માટે મોકૂફ રખાયેલી ભરતી પરીક્ષા હવે ૪૦થી ૫૦ દિવસ પછી લેવાશે - એ.કે.રાકેશ, અધિક મુખ્ય સચિવ, સામાન્ય વહિવટ વિભાગ.
Tweet media one
27
74
779
@Vivekdoza
Vivekk Oza
1 year
જય જોહાર: પ્રજાના ખભે બેસી કાનમા હથોડા મારતા સફેદપોશ નેતાઓએ દેદિયાપાડા MLA @Chaitar_Vasava પાસેથી આટલુ શીખે તો સારુ. આ આદિવાસી ધારાસભ્ય પોતાના મત ક્ષેત્રમા લગભગ તમામના લગ્નપ્રસંગને શોભાવે છે, ટિમલી ગાનના તાલે વસાવી બૉલીમા સૌ સાથે નાચે પણ છે ! કારણ કે, તેઓ હજીએ જમીન ઉપર છે.
23
96
780
@Vivekdoza
Vivekk Oza
2 years
નવીન પટનાયક સરકારે શનિવારે આવનારા તમામ સમય માટે કરાર આધારિત ભરતી પ્રણાલીને નાબૂદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કરાર આધારિત તમામ ભરતીઓ નિયમિત કરવામાં આવશે. 57,000 થી વધુ કરાર આધારિત કર્મચારીઓને નિયમિત કરવામાં આવશે. સરકારે તેના માટે વાર્ષિક 1300 કરોડ ફાળવશે @BhartenduRajgor
23
200
753
@Vivekdoza
Vivekk Oza
2 years
#આંદોલન_રંગ : ગુજરાતના ઇતિહાસમા પહેલીવાર સચિવાલયના કર્મચારીઓને કાળા કપડા પહેરીને ચાલુ વિધાનસભા સત્રની વચ્ચે આ રીતે વિરોધ પ્રદર્શન કરતા હુ જોઇ રહ્યો છુ. અને તમે પણ.. @hdraval93 @PatelGaurav_ @LangaMahesh @devanshijoshi71 @DeepalTrevedie @iDixitThakrar @nikunjjani9
36
322
734
@Vivekdoza
Vivekk Oza
2 years
#આંદોલન_રંગ : સચિવાલય Yes ગુજરાત રાજ્યની મુખ્ય વહિવટી કચેરીમા ફિક્સ વેતનથી પીડાતા અને જૂની પેન્શન યોજના - OPSના માંગણી કરતા કર્મચારીઓએ કાળા કપડા પહેરીને 'સરકારનો વહિવટ' કર્યો છે. સચિવાલયમા પ્રતિકાત્મક વિરોધ વર્ષ ૧૯૮૫ના અનામત આંદોલન પછી સૌથી મોટો અને મોટાપાયે સજ્જડબમ રહ્યો છે !
Tweet media one
18
219
727
@Vivekdoza
Vivekk Oza
3 years
ગાય ભેંસના લિટરીયાફેંટ, નબળી ખેતીની ગરીબાઈ તોડવા સતત પ્રયાસરત લાખો યુવા, તેમના પરિવારો ફરીથી મૂડીપતિઓની પહોંચ RSS+BJP 'આશ્રિત' વોરાની રસુખ સામે સમાન તક + જીવનનો અધિકાર હારી ચૂક્યા છે. હેડ ક્લાર્ક જ નહિ @YAJadeja ના કહેવા મુજબ બિન સચિવાલય ક્લાર્ક માટે પણ અત્યારથી બુકિંગ ચાલે છે.
Tweet media one
26
198
707
@Vivekdoza
Vivekk Oza
2 months
તમે છેલ્લે આવા દર્શ્યો ક્યારે જોયા ?ગુજરાતમા કોંગ્રેસ ફરીથી જીવતી થઈ ગઇ છે Thanks 4 #બનાહકોઠા ,દક્ષિણ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠા ! ખભે છત્રી મૂકીને, માથે ટોપી પહેરેલા ગુજરાતી ગ્રામ્યજીવનમા Idia Of Indiaના મૂળિયા ફરી અંકુરિત થઈ ઉઠ્યા છે Because ભાજપમા રહેલો અતિવાદ. આવી ટોપી અને
Tweet media one
45
93
724
@Vivekdoza
Vivekk Oza
3 years
ગાંધીનગરમા વાઇબ્રન્ટ રહેતી ભાજપ+ RSS આશ્રિત દલાલ સ્ટ્રિટનો સરકાર નોકરીઓ વેચવાનો કારોબાર ચૂંટણીમા ભારે પડશે. 2017મા 99એ ડચકા ખાતી સેફ્રોન કારમા સવાર નવા પેસેન્જરોને હવે #સેલ્ફીબાજી કે ટોપી+દાઢીના ટૂચકા 2022મા બચાવી શકે એમ નથી.
Tweet media one
27
382
698
@Vivekdoza
Vivekk Oza
1 year
આતંકી પ્રવૃતિ, દેહ વ્યાપાર માટે કુમળીવયે બાળકો અને તેના મા-બાપને લલચાવાય, ફોસલાવાય છે બરાબર એવા જ MOથી ગરીબ હોશિયાર વિદ્યાર્થીમા રોકાણ કરીને તેના મગજનો વેપાર શિક્ષક શરદ પનોતે કર્યાનુ ખુલ્યુ છે. #3Idios કરતા ખતરનાક આ #વેપલા નો ભાંડો ભાવનગર પોલીસે ફોડ્યો છે. Read This Report 👇
Tweet media one
19
252
706
@Vivekdoza
Vivekk Oza
1 year
UPSC સર કરનારા મહેસાણાના નયન સોલંકીનાં પિતા વડનગરમા નાયબ મામલતદાર છે. દુષ્યંત ભેડા IPS (૨૦૨૧) વિવેક ભેડાના નાના ભાઇ છે. માનસી મીણા પણ આપણા IAS મીણા સાહેબના પુત્રી છે અને તેમનો દિકરો હાલમા કેરળ કેડરમા ગુજરાતી IAS તરીકે કાર્યરત છે. નોંધ: અગાઉ કરેલા ટ્વિટમા માહિતી દોષ હતો 🙏
9
39
698
@Vivekdoza
Vivekk Oza
7 months
આજે એવા એક શોષણની વરસી છે જેણે ગુજરાતની બેથી ત્રણ પેઢીને આર્થિક જ નહી પણ માનસિક- સામાજિક અને પારિવારિક બદહાલી તરફ પણ ધકેલ્યા છે. ફિક્સવેતનના ૧૮ વર્ષમા મે આવા અનેક કર્મચારીઓ જોયા છે જે બાંધ્યા પગારે આવ્યા અને એ જ પગારે મર્યા !
Tweet media one
24
292
693
@Vivekdoza
Vivekk Oza
3 years
સત્ય, તથ્યને આધારે નિર્ભયપણે સતત ઊંડાણપૂર્વક થતા પત્રકારત્વની અસર.
Tweet media one
21
105
675
@Vivekdoza
Vivekk Oza
2 years
કમળછાપ પટ્ટો પહેરો, રૂપિયા વેરો મતદારોને ખરીદો અને લોકતંત્રને 'બનાવો' - શુ આવુ છે #ગુજરાત_મૉડલ ? ગરીબ પછાત આદિવાસી ક્ષેત્ર દાંતામા ભાજપના લાઘુભાઇ પારઘીએ 'ટોપલામાં દારૂ'ની લાલચ આપવા સબબ FIR થઈ છે, હવે આ નવો વિડિયો બહાર આવ્યો છે. ખરેખર તો ભાજપે જ ઉમેદવારી બરખાસ્ત કરવી જોઈએ 🙏
23
219
680
@Vivekdoza
Vivekk Oza
2 years
અમદાવાદ શહેરના ઇતિહાસમા પ્રથમ વખત સિંગતેલનો ડબ્બો રૂપિયા ૩,૦૦૦ને પાર થયો છે. ગુજરાતીઓએ કોઇ ચિંતા કરવાની જરૂર નથી. #આપણા_ભાઇ ગુજરાતણોને પાણીમા દાળ- શાક કેમ વધારી તેલનો વપરાશ ઘટાડવો તેના માટે 'મનની વાત' કરવાના છે. નોંધ : સિંગતેલમા ભાવ વધારા માટે 'ડબલ એન્જીન' નહી ચીન જવાબદાર છે 😇
Tweet media one
26
187
670
@Vivekdoza
Vivekk Oza
2 years
પેલો ઢોલી એવુ બોલ્યો છે કે - "તમને તમારી ____ન ગમતી હોય તો બીજાના ઘરમા જાઓ !" @MpKhunt @BharatT31332139 @devalp @NiravAkshay @LangaMahesh @DeepalTrevedie @RoxyChhara @aput25 #આપણા_ભાઇ એ આપણી પર થોપેલા બબુચકના તર્કથી ધનોતપનોત નિકળે એ પહેલા ઘણા ગુજરાત બહાર જતા રહ્યા છે !
20
316
656
@Vivekdoza
Vivekk Oza
2 years
#આંદોલન_રંગ : અહી સચિવાલયની અંદર અને બહાર OPS - ફિક્સ વેતન મુદ્દે વિરોધ, પ્રદર્શન અને રેલીઓ ચાલી રહી છે. @hdraval93 @DeepalTrevedie @LangaMahesh @Lakshmipatel210
23
221
658
@Vivekdoza
Vivekk Oza
10 months
Without Coaching સામાન્ય સ્પર્ધક પણ પોલીસ, ફોરેસ્ટની વર્ગ-૩ની ભરતીમા સફળ થઈ શકે તે હેતુસર એકસમાન અથવા એક જ શારરિક કસોટી, સમાન અભ્યાસક્રમ, પ્રશ્નપત્ર અને પરીક્ષા પદ્ધતિ અંગે આજે સાંજ સુધી નિર્ણય થશે. CMની અધ્યક્ષતામા ભરતી પ્રક્રિયા, RR સુધારણા માટે બેઠક છે. RR= રિક્રુટમેન્ટ રૂલ્સ
Tweet media one
21
45
644
@Vivekdoza
Vivekk Oza
2 years
અલ્લાલા બેલી : દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે વિધાનસભ્ય તરીકે મળતા પગાર ભથ્થા લેવાનો ઇન્કાર કર્યો છે. આપણે ઇચ્છીએ કે બીજા પણ આ ચીલો ચાતરે. અગાઉ શક્તિસિંહ ગોહિલ, મહેન્દ્ર મશરૂ પણ પગાર લેતા નહોતા. ૧૫મી વિધાનસભામા ભાજપમા RSS ગોત્રના ઘણા સભ્યો છે શ્રીમંતો પણ અનેક છે !
Tweet media one
19
80
621
@Vivekdoza
Vivekk Oza
4 years
સવા કલાકથી આંતરદ્વંદ ચાલે છે. આજે સળંગ ત્રીજી રાત છે, SG હાઇવે પર ગુરૂદ્વારાથી થલતેજ તરફ અંધારામાં ૧૧ વાગ્યે એ જ સ્મશાનમાં શબવાહિની છે. આવી તસવીર લેવા જીવ જરાય ચાલ્યો નથી. વારંવાર ટ્વિટ લખીને ડિલેટ કર્યુ છે. પત્રકારત્વની નિસબતે હકિકતને દબાવીશ તો ઇતિહાસ અમને માફ નહી કરે....
Tweet media one
23
76
613
@Vivekdoza
Vivekk Oza
2 years
ભાજપના સ્થાપના દિવસે અમદાવાદના નિકોલમા મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ બોલવાનુ શરૂ કરે એ પહેલા કમળછાપ ટોપીવાળાઓનુ ટોળુ બાઈક લઇને મેદાનમાંથી બહાર જવા માંડ્યુ છે. 15000 બાઈકની રેલીનો દાવો કરનારા યુવા નેતાની આબરુ ઢાંકવા બિચારા નાના કાર્યકરોને ત્યા ભૈ'સાબ બાપા કરવા પડ્યા છે. @hdraval93
31
241
591
@Vivekdoza
Vivekk Oza
1 year
जय_जोहार : Incredible color of Holi in the land of Rathwas. આધુનિકતાના આવરણે પોતાના સાંસ્કૃતિક વારસાના મુળીયા મજબૂત કરવા મથી રહેલા કવાંટ-છોટાઉદેપુરના રાઠવા આદિવાસીઓને सलाम। રૂમડિયાના વાંસળીના એ સુર, ઢોલ ઝાલરનો એ તાલ અને ક્રમબદ્ધ ઝુમતા રાઠવા'ઝના મેળાને આપે પણ માણવો જોઈએ 🙏
41
63
614
@Vivekdoza
Vivekk Oza
1 year
તમે ગુજરાત-ડે સેલિબ્રેટ કર્યો ? અસ્મિતાનો કેફ પણ ભર્યો હશે ! તસવીરસ્થ અરજદાર વિધાનસભામા ચાર ટર્મ બાયડનુ પ્રતિનિધિત્વ કરનાર રામસિંહ રૂપસિંહ સોલંકી છે. તેઓ આજે પણ જન સામાન્ય માટે કાર્યરત છે. તસવીર ૨૪ કલાક પહેલાની છે. ગાંધી અને નહેરૂ કાળના આ લોકસેવક એ જ ગુજરાતની ખરી 'અસ્મિતા' છે.
Tweet media one
11
90
597
@Vivekdoza
Vivekk Oza
4 years
પોલીસને ક્યાય બંધ કરાવવા નિકળવું પડ્યુ નથી, આ એ અમદાવાદ છે જ્યા નાગરિકો રૂલ્સ સાથે જીવવા ટેવાયેલા જ છે. હજી પણ સમય છે મહાન સરકાર સાચી સ્થિતિ જાહેર કરે, કોરોનાના કેસ + મૃત્યુની હકિકતને છૂપાવવાનુ બંધ કરે. ગુજરાતીઓમા આપોઆપ સ્વંય શિસ્ત કેળવાશે, વિકાસને આગળ વધારશે.. @RjHarshil
Tweet media one
16
85
591
@Vivekdoza
Vivekk Oza
3 years
ગુજરાત મૉડલની 'મૉડસ ઓપરેન્ડી'મા આ વખતે પણ ફરી 'આંતર રાજ્ય' ગેંગ આવશે, કદાચ એમા દાઢી-ટોપી દેખાશે ને પછી પેપરફોડની સંગઠીત ગુનાખોરીને આતંકવાદમા ખપાવાશે. બાકી નાની માછલીઓ પકડાશે અને છૂટી જશે પણ BJP+RSS 'આશ્રિત વોરા' છેક સુધી पाक-साफ રહેશે ! ભૂતકાળમા આ જ થયુ, વર્તમાનમા પણ એ તરફ....
Tweet media one
30
170
580
@Vivekdoza
Vivekk Oza
3 months
પોતાના સ્વાર્થ માટે ઇશ્વર સાથે છેતરપિંડી કરવી નહી 🙏 અયોધ્યામા જે મૂર્હતમા ભગવાનને બેસાડ્યા, પ્રાણપ્રતિષ્ઠા કરી તેને લઈને શંકરાચાર્યોમા જે વિરોધ થયો, શાસ્ત્રાર્થ થયો હતો એ કોઇને યાદ છે કે પછી... જય શ્રી રામ. અયોધ્યામા ભાજપના ઉમેદવાર હાર્યા છે અને મોદી માત્ર દોઢ લાખે જિત્યા છે
18
80
584
@Vivekdoza
Vivekk Oza
3 years
હાશ, 'હિજાબ'ની હવા આપનારા સ્વઘોષિત રાષ્ટ્રવાદીઓમા થોડીક તો શરમ જેવુ છે. કંડક્ટર જેવી સામાન્ય નોકરીઓનો વેપલો ખોલનારી 'દલાલ સ્ટ્રિટ'માંથી વધુ એક 'આશ્રિત'ને ભાજપમાંથી તગેડી મૂકાયો છે. પણ આ બધુ આટલેથી નહિ અટકે ગરીબ, મહેનતકશ ગુજરાતી યુવાનોની આંતરડી કકડાવનારાઓ તો જેલ ભેગા જ થવા જોઈએ 🙏
Tweet media one
35
123
562
@Vivekdoza
Vivekk Oza
2 years
લોકસભા ચૂંટણી-૨૦૧૯મા મજબૂત જનાધાર મળવા છતાંય ૧૧ સપ્ટેમ્બર- ૨૦૨૧ની બપોરે આખેઆખી સરકાર બદલી. જેથી તમે એ #ચક્રસેન કાળમા GADના ૧-૮-૧૮ના ઠરાવ, ભરતી-પેપર લીકેજકાંડ,આંદોલનો અને મોતનુ તાંડવ મચાવનાર કોવિડ19 સામે નિષ્ફળતાઓ, અરાજકતાનુ #ગુજરાતમોડલ ભૂલી જાઓ ! હવે નિર્ણય તમારો અને ભવિષ્ય પણ..
Tweet media one
11
151
566
@Vivekdoza
Vivekk Oza
2 years
હવે મહેસૂલી તલાટીઓ, સિનિયર કારકુન અને નાયબ મામલતદારો પ્રમોશનથી મામલતદાર કે નાયબ કલેકટર સુધી પહોંચવાનુ ભૂલી જાય ! કારણ કે, ૧૫૬વાળી સરકાર શિક્ષકોની જેમ તમનેય નોકરીના ૧૦, ૨૦ અને ૩૦ વર્ષે માત્ર ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા તૈયાર થઈ ગઈ છે 🤣
Tweet media one
24
60
569
@Vivekdoza
Vivekk Oza
3 years
સ્વર્ણિમ સંકુલમાંથી બહાર નિકળેલા RSS+BJP 'આશ્રિત' વોરાએ કહ્યુ - CM સાથે મારી શુભેચ્છા મુલાકાત હતી ! (એ શુભેચ્છા હકાલપટ્ટી હતી કે કેમ એ હમણા ખબર પડશે. @hdraval93 @devanshijoshi71 @YAJadeja @RajanThakkar9 @rohitkumarmali @iDixitThakrar @kushang_soni @LangaMahesh @DeepalTrevedie
39
194
562
@Vivekdoza
Vivekk Oza
1 year
તથ્ય પ્રજ્ઞેશને બદલે કોઇ તસ્લીમ પરવેઝ હોત તો... 🚜 ફરી વળ્યુ હોત !
69
67
563
@Vivekdoza
Vivekk Oza
2 years
PSI ભરતી પ્રક્રિયામા પ્રાથમિક કસોટીના મેરિટ સામે કેટલાક ઉમેદવારો અનામત નીતિ સંદર્ભે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. જો તેઓ ખોટા હોય તો ભરતી બોર્ડ, ગૃહ વિભાગ અથવા સરકારે સ્વંય આખીય પ્રક્રિયાને ઉમેદવારોને સાર્વજનિક સ્તરે સમજાવવી જોઇએ. આ મૌન એક રીતે અનામત અને ભરતી પ્રક્રિયા પર સંશય સર્જે છે
Tweet media one
22
170
552
@Vivekdoza
Vivekk Oza
3 years
ગ્રામસેવકમા BRSને દબાવવા સાયન્સ +મેનેજમેન્ટ+ઇજનેરની ડિગ્રીઓ ઉમેરતી સ્વઘોષિત રાષ્ટ્રવાદી સરકારે બેકારી ઘટાડવા અ.મ.ઇ.ની ભરતીમા "A Candidate Shall Possess A Diploma In Engineering" અર્થાત માત્ર ડિપ્લોમાને જ નોકરી આપવા જાહેર કર્યુ છે. ગુજરાતના શાસકોનુ માનસિક સ્તર જોઇ શરમ આવે છે (૧)
Tweet media one
85
403
558
@Vivekdoza
Vivekk Oza
2 years
એરપોર્ટ છે, હવાનુ જોર અર્થાત દબાણ છે, કેમેરો સ્થિર છે અને તેમા પડેલી ક્લિકની એ ક્ષણ ઘણી સુચક છે, કારણ આ તસવીર અદ્ભુત છે. સંકેતો, શબ્દથી વર્ણનની જરૂર નથી, તમે ગુજરાતીઓ સૌ ઘણા સમજદાર છો.
Tweet media one
20
38
554
@Vivekdoza
Vivekk Oza
1 year
તો મંત્રીઓની મોટરકાર પણ કેસરી કરી નાંખો જેથી ખબર પડે કે આ આદિવાસી મંત્રી જાય છે - શૈલેષ પરમાર, ધારાસભ્ય ST,SC, OBCના ગરીબ વિધાર્થીઓને સાઇકલ કેસરી કલરની મળે છે. યોજના સારી છે પણ તેનો કલર ગરીબ બાળમાનસ પર સરકારી સહાયનો ભાર અને ઓળખ ઉભો કરે છે. આશા રાખીએ આવો ભાર મંત્રીઓ પર ઉપાડી ફરે
Tweet media one
30
93
554
@Vivekdoza
Vivekk Oza
3 years
@YAJadeja @Anchor_Pankaj @devanshijoshi71 @isudan_gadhvi @PradipsinhGuj @DixitGujarat @ShankersinhBapu @shaktisinhgohil @Janak_Sutariyaa @NiravJoshi0 ગૌણ સેવા પસંદગી મંડળ એ કોઇ પાર્ટીને આધિન સરકારી ભરતી કરતુ સંસ્થાન નથી. આ સરકારી અર્થાત ગુજરાતના નાગરિકોના ટેક્સથી ચાલતી વ્યવસ્થાનો એક ભાગ છે. જેના અધ્યક્ષ સરકાર દ્વારા નિયુક્ત થાય છે. આથી સરકારમા જરાય સરકારપણુ હોય તો ત્વરીત કાર્��વાહી થવી જોઈએ.
12
258
534
@Vivekdoza
Vivekk Oza
2 years
હમણા લાંચરુશ્વત બ્યૂરો- ABCએ વાર્ષિક કામગીરી અહેવાલ જાહેર કર્યો છે. જેમા તાજ્જુબની વાત એ છે કે જ્યા સૌથી વધુ IAS,IPS છે તેવા ગૃહ, મહેસૂલ, પંચાયત અને ગ્રામ વિભાગમા એક પણ ક્લાસ- વન ઓફિસરને ACBએ લાંચ લેતા પકડ્યા નથી. ગુજરાતમા સૌથી વધુ લાંચ લેતા વર્ગ- ૩ના કર્મચારીઓને ACBએ પકડ્યા છે !
Tweet media one
44
81
551
@Vivekdoza
Vivekk Oza
2 years
બનાસકાંઠાના ડીસાના ગીતાબહેન ચૌધરી અને સુરેન્દ્રનગર લીંબડીના ભાગ્યેશ્વરીબા ઝાલા ત્રણ મહિનાના બાળકો સાથે પોલીસ ઇન્સ્પેક્ટરની તાલીમ પૂર્ણ કરીને આજે સેવામા પ્રથમ પગલુ મૂકી રહ્યા છે. આ બંને બહેનોને અભિનંદન. વધુ માહિતી માટે 👇
Tweet media one
2
42
528
@Vivekdoza
Vivekk Oza
2 years
ભૂંડ પડકવા જેવા સામાન્ય વિષયમા ગુજરાતને બિહાર બનાવવાનો પ્રયાસ કરનાર ગુંડાટોળીને સુરેન્દ્રનગરના એ જ બજારમા પોલીસે મુર્ઘા બનાવીને ફરતા કર્યા છે. આશા રાખીએ કે Law And Orderને પગ તળે દબાવી ખુલ્લેઆમ તોફાન મચાવતા આવા લુખ્ખા તત્ત્વો ફરી માથુ નહી ઉચકે. કારણ આ ગુજરાત છે.
Tweet media one
Tweet media two
Tweet media three
17
56
530
@Vivekdoza
Vivekk Oza
2 years
બહેન, હમણા ભણી લ્યો પણ તમે મોટા થશો ત્યારે પણ આ ગુજરાતમા નર્યા પેપર જ ફૂટવાના છે ! #દે_ધનાધન_૧૫૬ રે સરકાર, મે અને મારા જેવા ગુજરાતીઓએ આવા ગુજરાતની કલ્પના કરી નહોતી.
Tweet media one
14
117
521
@Vivekdoza
Vivekk Oza
2 years
આ શબ્દો તમારા રૂવાડા ઉભા ન કરે તો જાણવુ કે તમે એક નાગરિક તરીકે મરી પરવાર્યા છો. આવી ઘટનાઓ સમયે ગળે પટ્ટા, માથે ટોપી અને ચડ્ડી પહેરવાનો સમય કાઢીને Mediaના કેમેરામા આવતા દેખાઉ દેડકા અને જેનામા આપોઆપ માનવીય મુલ્યો ફૂટતા રહે છે એ બેઉ વચ્ચે આ ફરક છે.
@Bharat_2807
BhAraT🦁 RaJpuT
2 years
મારું મોરબી રડી રહ્યું હોય ને હું કઈ રીતે ફૂલનો હાર પહેરી શકું ? - હુસૈન પઠાણ(મોરબી) વાહ ! યુવાન...વાહ !🙏🏻 ધન્ય છે બાપ...તને અને તને જનમ દેનારી તારી જનેતા ને. તારો તો જિંદગીનો ફેરો તો સફળ થયો,પણ સાથે સાથે તારા માતા-પિતાનું જીવતર પણ તે ઉજળું કરી દીધું..યાર..❤️💛 #proud_of_you
84
629
3K
16
99
526
@Vivekdoza
Vivekk Oza
1 year
MPના આ મહારાજ સુરતમા #સફેદપોશ નેતાઓ, શેઠિયાઓને મળ્યા પછી આપણા અમદાવાદમા શુ કરી રહ્યો છે એ જોઇ લ્યો ! યાદ છે ને આસારામની પણ આવી જ ઢેલનવૃતિ હતી. #ખોળા_માધ્યમો એ ઉભા કરેલા આ બાબા હિન્દુ સાધુ- સંત કે મહારાજ કેવી રીતે હોઇ શકે ? શુ સનાતન ધર્મમા આવી રીતે મોરલા સામે ઉછળકૂદ માન્ય છે ?
83
93
524
@Vivekdoza
Vivekk Oza
1 year
સરહદને પાર સિંધમા ગુજરાતી ભાષાને કોળી સમૂહે જીવંત રાખી છે. આ દર્શ્ય, 'કડલાની જોડ' એ શબ્દો, ઢોલના એ તાલે ઉપડતા પગ તમને અહીં સાબરમતીથી બનાસ વચ્ચેના ભૂ-ભાગમા જન્માષ્ટમી પછી સપ્તાહ સુધી રમાતા 'કાનૂડા'નુ સ્મરણ કરાવશે ! પાકિસ્તાનમા પણ કાનૂડો ઉજવાય છે, ગવાય છે. વિડીઓ સૌજન્ય: @emnpk
9
85
522
@Vivekdoza
Vivekk Oza
3 years
@dineshdasa1 ગુજરાત સરકારને GPSCના નવા ચેરમેન તરીકે આપનો વિકલ્પ ન મળ્યો તો એક પત્રકાર તરીકે સમાચારની શોધ + પ્રશ્નો ઉભા કરવા સરળ થઈ પડશે ! સરકારી સેવા-નોકરી માટે ગુજરાતીઓની એક આખી પેઢીમા UP- બિહાર અને રાજસ્થાન જેવુ સ્પર્ધાત્મક પરીક્ષાઓનુ ઝનૂનના સર્જવા ઇતિહાસ તમને યાદ રાખશે.
Tweet media one
1
25
513
@Vivekdoza
Vivekk Oza
2 years
ભૂંડ પકડવા મુદ્દે સુરેન્દ્રનગરના બજારમા ખુલ્લી તલવારો ઉછળી રહી છે, પીકઅપ બોલેરો એક કાર ઉપર તુટી પડી છે. અહી અમદાવાદમા પિતા નશાખોર દિકરાના કટકા કરી ફેંકી રહ્યો છે, નજીકના ગામમા દારુ પીને ગરીબ,શ્રમિકના મોત થઇ રહ્યા છે. આ એવુ ગુજરાત છે,જ્યા Law & Order બસ અહી ટ્વિટરમા જ દેખાય છે
33
137
505
@Vivekdoza
Vivekk Oza
3 years
નાગરીકોના ટેક્સમાંથી પગાર મેળવીને ભાજપના નેતાઓની વફાદારી કરનારા IAS, IPS સહિત સ્ટેટ કેડરના સેંકડો અધિકારી, કર્મચારીઓનો ૫૮- ૬૦ વર્ષની વયનિવૃતિ પછી પણ ગુજરાત સરકાર અને સ્વાયત સંસ્થાઓના બંધારણીય પદો ઉપર કબ્જો જમાવીને ચોંટી રહ્યા છે. હવે આઉટસોર્સિંગને રસ્તે પણ 'ગેંગ' ઘુસી રહી છે !
Tweet media one
17
146
497
@Vivekdoza
Vivekk Oza
11 months
સમીક્ષા થઈ ચૂકી છે, કેબિનેટે નિર્ણય લઈ લીધો છે. સરકાર ૩૦ ટકા પગાર વધારે છે અને હમણા સત્તાવાર જાહેરાત થાય છે !
@Vivekdoza
Vivekk Oza
1 year
પગાર ન વધવો, એ પણ પ્રમાણિકતા, તેના સાતત્યપણા માટે ઘાતક છે. ભ્રષ્ટાચાર માટે પોષક છે.
Tweet media one
51
685
1K
39
111
500
@Vivekdoza
Vivekk Oza
3 years
ગઇકાલે રાતે અમદાવાદમા રિંગરોડ પર શાંતિપુરા ક્રોસિંગે ગુજરાતની મહાન લોકપ્રિય ભાજપ સરકારના કૌભાંડોનો જે 'વિકાસ' તુટી પડ્યો હતો તેને લીલી ચાદરથી હમણા ઢાંકી દેવાયો છે ! જેથી ગુજરાતીઓ પોતાના ટેક્સથી ઉભી થતી કોક્રેંટની કબરોને બદલે કેસરિયાપોશ સાથે સરળતા #સેલ્ફીબાજી કરી શકે...
Tweet media one
15
98
483
@Vivekdoza
Vivekk Oza
3 years
ગુજરાતમા નવી સરકાર રચાયાના ૧૨૧ દિવસ પછી સચિવાલય મધ્યા રૂ.૭૦૦ કરોડના સ્વર્ણિમ સંકૂલોમા આજના દ્રશ્યો !
Tweet media one
Tweet media two
Tweet media three
34
53
480
@Vivekdoza
Vivekk Oza
2 years
ગુજરાતમા લોકતાંત્રિક મૂલ્યો ધ્વસ્ત ! ૧૫મી વિધાનસભામા વિપક્ષના નેતાને માન્યતા આપવા અધ્યક્ષે ઇન્કાર કર્યો છે. ઇતિહાસમા પહેલીવાર આ હદે લોકશાહી આગળ વધી રહીછે. ૧૯૮૫મા માધવસિંહ સોલંકીના નેતૃત્વમા કોંગ્રેસને ૧૪૯ બેઠકો મળી ત્યારે પણ જનતાદળને વિપક્ષના નેતાનુ પદ અપાયુ હતુ. #દે_ઠોક_૧૫૬
Tweet media one
30
81
486
@Vivekdoza
Vivekk Oza
3 years
હાશ, ક્યાંક તો બ્રેક વાગી ! LRD-PSI ભરતીમા નોકરીનુ સેટિંગ કરવાના નામે લાખો રૂપિયા ખંખેરનારા ૧૨ તોડબાજ દલાલોને પોલીસે રાજકોટથી પકડ્યા છે. @YAJadeja @RameshD46667585 @NiravJoshi0 @RajanThakkar9 @Nayanpatel230 @RaajnathSing @rohitkumarmali @hdraval93 @Luck_man_patat @iDixitThakrar
12
91
473
@Vivekdoza
Vivekk Oza
4 years
"હે ભગવાન સૌને સારા કરજો"- અમદાવાદ એરપોર્ટ પર વેક્સીન વાન પાસે શ્રીફળ વધેરવા નીચે નમેલા @Nitinbhai_Patel ની અંદરથી આ શબ્દો નિકળ્યા છે. પાછળ @PradipsinhGuj બે હાથ જોડીને ઉભા હતા. આ બેઉનો અંતરભાવ વિતેલા સમયમા કોરોનાની ભયાનક વિભીષિકામાંથી બહાર નીકળવાનો આશાવાદ દર્શાવે છે.
Tweet media one
9
76
468
@Vivekdoza
Vivekk Oza
3 years
ગુજરાતની હવામા Right to equality નહિ વેપાર વધુ છે. અમદાવાદમા GMDC ગ્રાઉન્ડમા 'વેપાર' ખુલ્યો છે જ્યા धन्नाशेठ વાતાનુકૂલિત કારમા આવે છે,પૈસા ફેંકે છે, વેક્સીન લઈ #ફોટોજીવી ને ડાઉનલોડ કરે છે. આ અહીં જ શક્ય છે. ગરીબો માટે વેક્સીન નથી, મિડલ ક્લાસ માટે સ્લૉટ નથી અને પૈસાદારો માટે...👇
53
142
472
@Vivekdoza
Vivekk Oza
1 year
ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસે આગ લાગી છે
Tweet media one
41
32
482
@Vivekdoza
Vivekk Oza
3 years
મેરિટ કેટલુ ? તો બહેન બોલ્યા- હુ મમ્મીને પૂછીને કહુ ? પછી @YAJadeja નામ કાને પડ્યુ અને જાણે જીવ આવ્યો 👆 આપણા ટેક્સના રૂપિયે પગાર મેળવતા અને 'વાઇબ્રન્ટ દલાલ સ્ટ્રીટ'ના સેટિંગથી ગોઠવાયેલા 'સરકારી નોકર'ની ગુણવત્તા, મેરિટ પત્રકાર @UdayRanjan9 જાણી શકે છે, પણ 'ભાજપ આશ્રિત' નહી !
15
89
475
@Vivekdoza
Vivekk Oza
2 years
ગુજરાતમાંથી આ વેળાએ સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી માટે ત્રણેયની અદ્ભુત પસંદગી @PMOIndia દ્વારા થઈ છે. અમદાવાદ શહેરની પોતાની કળા "માતાની પછેડી"ના છેલ્લા રહ્યાસહ્યા કસબીઓ પૈકીના એક બાબુભાઇ ચિતારાનુ નામ છેક દિલ્હીમા સુચવનાર @CMOGuj ગુજરાત સરકાર સહિત જાણ્યા અજાણ્યા સૌ કોઇનો આભાર.
Tweet media one
Tweet media two
Tweet media three
12
74
477
@Vivekdoza
Vivekk Oza
4 years
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં મોરબી, લીમડી, ગઢડા સહિત અનેક બેઠકો ઉપર #LRD #GPSC અને પેલા વાજુવાળા ચેરમેનના કારણે સર્જાયેલી બેરોજગારોની ફોજ અપક્ષ ઉમેદવારી કરી રહી છે. માહોલ એવો છે કે ગુજરાતી યુવાનોને હવે જય શ્રી __અને __ માતા કી જય જેવા નારાઓથી જીવ ભરાઇ ગયો હોય. @Jivabapa
20
299
450
@Vivekdoza
Vivekk Oza
3 years
પેપર લીકેજકાંડમા સરકાર આતંકવાદ જેવી ઘટનામા દાખલ થતા ગુજસીટોકના કાયદા હેઠળ કલમો ઉમેરશે. પણ RSS + BJP આશ્રિત વોરાનો આબાદ બચાવ થશે @RonakABPAsmita @AnilParmar57 @hdraval93 @YAJadeja @DipakRa85440430 @LangaMahesh @LangaMahesh @RoxyChhara
16
116
456
@Vivekdoza
Vivekk Oza
2 years
મહાભારતમાં વર્ણવ્યા મુજબ મથુરામાં રાજા કંસે છાશ અને માખણ ઉપર કર નાંખ્યો ત્યારથી તેના પતનનો પાયો નંખાયો હતો. હવે, આજના અર્વાચીન ભારત માં જે થાય તે ખરું...!? 🙃 #વાઇરલ_વાત @hdraval93 @aput25 @PatelGaurav_ @RoxyChhara @devalp @DeepalTrevedie @LangaMahesh @golanihemant
18
96
460
@Vivekdoza
Vivekk Oza
3 years
PSI- LRDની ભરતીમા રાજકોટના સેટિંગબાજોના છેડા છેક દિલ્હીમા મળ્યા છે. દિલ્હી સ્થિત કોઇક રસુખદાર પણ ગુજરાતમા સરકારી નોકરીઓ વેચવા ��ાટે ચાલતા ભાજપ આશ્રિતોની "વાઇબ્રન્ટ દલાલ સ્ટ્રિટ"મા સામેલ હોવાનુ પોલીસ તપાસમા ખૂલ્યુ છે.
11
58
456
@Vivekdoza
Vivekk Oza
8 months
અમદાવાદને ગરીબી, દબાણ, ફેરિયા મુક્ત દેખાડવા શાસકોને વાઇબ્રન્ટ સમિટ, PM મોદીની મુલાકાત વેળા જ કેમ શૂરાતન ચઢે છે ? પકવાન ચાર રસ્તે અતિથિ સર્કલે બચ્ચા સાથે ફુગ્ગા વેચનારી આ ગરીબ અને ખુદ્દાર પછાત મહિલા સાથે મ્યુ. કોર્પોરેશનનુ આવુ વર્તન જરાય ચલાવી ન લેવાય. એટલે જ નાગરિકો બચાવમા
30
156
453
@Vivekdoza
Vivekk Oza
3 years
'મરતા પણ સત્ય છોડવુ નહી' - પત્રકાર મો.ક.ગાંધીના આ શબ્દો છે. એ જ મહાત્મા ગાંધીજીના હ્દય કુંજ પાસે સત્યને ઢાંકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ક્યારેક દિવાલો ચણી ક્યારેક પડદા પાડ્યા, પતરા ઉભા કર્યા તોય ભારત હતુ તેવુ જ દેખાયુ !! બનાવટ કરીને છવાઈ જવુ સહેલુ છે, વિશ્વગુરૂપદે પહોંચવુ નહી.
Tweet media one
17
114
440
@Vivekdoza
Vivekk Oza
1 year
આપણા ગળેથી ઉતરતુ પાણીનુ એક એક ટીપું એક કરોડથી વધુ આદિવાસીઓને આધીન છે. ગુજરાતનો એક એક રસ્તો, શહેરની ફૂટપાથો, આલિશાન મકાનો અને હજીએ ફેંફસાને મળી રહેલી શુધ્ધ હવા, એ બધુ જ આ મૂળ નિવાસીઓને આભારી છે. જે સત્તામા આવ્યા, ક્યાંક સરકારી સેવામા રહ્યા છતાંય જાતિવાદી થયા નથી આવી મહાજાતિને 🫡
@Vivekdoza
Vivekk Oza
1 year
जय_जोहार : Incredible color of Holi in the land of Rathwas. આધુનિકતાના આવરણે પોતાના સાંસ્કૃતિક વારસાના મુળીયા મજબૂત કરવા મથી રહેલા કવાંટ-છોટાઉદેપુરના રાઠવા આદિવાસીઓને सलाम। રૂમડિયાના વાંસળીના એ સુર, ઢોલ ઝાલરનો એ તાલ અને ક્રમબદ્ધ ઝુમતા રાઠવા'ઝના મેળાને આપે પણ માણવો જોઈએ 🙏
41
63
614
18
54
439
@Vivekdoza
Vivekk Oza
2 years
અમરેલીની પોલીસે પોતાના કર્મચારીઓને ખોરાકમા 'કપાસીયા તેલ'નો વપરાશ ટાળવા સુચના આપી છે. સારી બાબત છે પણ પોલીસ કર્મચારીઓનુ કહેવુ છે કે 'સફોલા- સન ફ્લાવર ઓઇલ' જેવા તેલ ખરીદી વપરાય એવો પગાર નથી ! પોલ��સ માટે કપાસિયા તેલ હાનિકારક હોય તો સામાન્ય ગુજરાતીઓ માટે કેમ નહી ? પ્રતિબંધ મૂકો...
Tweet media one
17
105
441
@Vivekdoza
Vivekk Oza
2 years
સુક્કોભઠ્ઠ, સૈકાઓથી પછાતપણામા દબાતા #બનાહકોઠા મા મહેનતકશ બહેનોએ રેતાળ, પથરાળ જમીનમા 'લક્ષ્મીનુ પિયર' ઉભુ કર્યુ છે. એ ઐતિહાસિક સંઘર્ષ અને વિઝનને @ChaudhryShankar એ વર્ણન કરતી વેળાએ બહેનોએ ઓવરણા લીધા ત્યારે @narendramodi પણ ચહેરા પર એ ભાવ, આંખે ઉભરાયેલી ભીનાશને ઢાંકી શક્યા નહોતા !
15
49
444
@Vivekdoza
Vivekk Oza
2 years
અંબાજી દેવસ્થાનના વહીવટદાર, પૂર્વ મંત્રી પરબત પટેલ અને યોગેશ પટેલના અંગત સચિવ રહેલા GAS આર.કે.પટેલે આપઘાત કર્યો છે. ચૂંટણી પહેલા તેમની બદલી સાંણદ ખાતે થઈ હતી. સરકારી અધિકારીમા સરળ, પ્રમાણિક છાપ ધરાવતા આ ડેપ્યુટી કલેકટર સવારે પાંચ વાગ્યે ચૂંટણીનુ કામ પતાવી સાણંદના ઘરે આવ્યા હતા.
Tweet media one
18
49
428
@Vivekdoza
Vivekk Oza
3 years
#આપણા_ભાઈ એક જ મહિનામા ત્રણ વખત પાછા પડ્યા છે હોં ! હવે ભાઈના ભક્તોએ હવે પંજાબી ફૂડનો બહિષ્કાર કરવો જ રહ્યો 🤣 પહેલા કૃષિ સુધારના ત્રણ કાયદાઓ પાછા ખેંચ્યા કાલે પંજાબમા સભા- સંબોધન કર્યા વગર પાછા ફર્યા અને આજે એમણે ઉછેરલુ 'વાઇબ્રન્ટ સમિટ' પણ રદ્દ કરવુ પડી રહ્યુ છે. @hdraval93
39
65
423
@Vivekdoza
Vivekk Oza
3 years
છેવટે ભાજપ આશ્રિત વોરાની હકાલપટ્ટી
15
39
413
@Vivekdoza
Vivekk Oza
2 years
છેક છેવાડે #બનાહકોઠા સુઇગામની સરકારી કચેરીમા પાંજરાપોળોમાંથી રેઢી મૂકાયેલી આ ગાયોના આ દર્શ્યો મોકલનારે કહ્યુ -સરકારને શરમ નથી આવતી ? જવાબ - જૂના હતા તેમને આબરૂની પડી હતી. નવાને તો "ન્હાવાનુ શુ અને નીચોવાનુય શુ" @VikramD28646314 @hdraval93 @LangaMahesh
10
100
416
@Vivekdoza
Vivekk Oza
7 months
હવે કરજો દિલથી નોકરી, LRDભરતીની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર ! શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ, તેમા ઉત્તીર્ણ થયેલા તમામ OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે. ૧૦૦ ગુણની MCQને બદલે હવે ૨૦૦ ગુણનું OBJECTIVE MCQ TESTનું પેપર
27
37
418
@Vivekdoza
Vivekk Oza
2 years
અંગ્રેજીમા ત્રણ ટ્રાયલે નાપાસને ઉ.પ.ધો. અને ટિકિટ+ પદના ખેલ પછી આ નવુ આવ્યુ છે ! 👇 ગુજરાતી સમાજ જીવનમા નૈતિકતા નામનુ તત્ત્વનો જ લોપ થઈ ગયો છે. એક એવુ વેપારી સામ્રાજ્ય છે જે ઇસ્ટ ઇન્ડિયા કંપની જેમ બધુ જ ખરીદી રહ્યુ છે. લલચાવી રહ્યુ છે અને નવા ગુલામો બનાવી રહ્યુ છે.
Tweet media one
37
187
415